પાટણ પોલીસ અધિક્ષકશ્રી, વી.કે.નાયી સાહેબ પાટણ નાઓએ મિલ્કત સબંધિત બનાવો અટકાવવા કરેલ સુચના આધારે શ્રી કે.કે.પંડયા, ના.પો.અધિ.શ્રી, સિધ્ધપુર નાઓ તથા શ્રી આર.જી.ઉનાગર પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. પાટણનાઓ એલ.સી.બી. સ્ટાફના સાથે માણસો સિધ્ધપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે તાહીરપુરા અબ્બાસીબાગ સોસાયટી, સિધ્ધપુર ખાતે રેઇડ કરતા રફીકખાન અમીખાન કુરેશીને શંકાસ્પદ પેટ્રોલિયમ પદાર્થ લિટર-૭૬૫ કિં.રૂ.૬૫,૦૨૫/- સાથે ઝડપી પાડી આ અંગે મામલતદારશ્રી, (પુરવઠા) સિધ્ધપુર નાઓને સાથે રાખી આગળની કાર્યવાહી સારૂ
સિધ્ધપુર પોલીસ સ્ટેશન ખાતે સોપેલ છે. મુદ્દામાલ સાથે મળેલ ઇસમની વિગતઃ-
(૧) રફીકખાન અમીખાન આબદખાન કુરેશી રહે.સિધ્ધપુર, તાહીરપુરા, અબ્બાસીબાગ
તા.સિધ્ધપુર જિ.પાટણ
કબ્જે કરેલ મુદ્દામાલની વિગતઃ-
(૧) શંકાસ્પદ ભેળસેળ યુક્ત પેટ્રોલીયમ પદાર્થ લીટર ૭૬૫ ની કિ.રૂ.૬૫,૦૨૫/-
(૨) ખાલી ૧૦ કેરબાની કિ.રૂ.૨૦૦/-
(3) એક ઇલેકટ્રીક મોટર જેની કિ.રૂ.૧,૦૦૦/-
(૪) એક ઝીણી (નાની) પારદર્શક પ્લાસ્ટીકની નળીની કિ.રૂ.૫૦/-
(૫) લોખંડના અલગ-અલગ માપના માપીયા નંગ-૩ જેની કિ.રૂ.૧૦૦૦/-
(૬) એક સફેદ કલરનું મોટું નાળચું જેની કિ.રૂ.૫૦/-
એમ કુલ મુદામાલ કિ.રૂ. ૬૭, ૩૨પ/-
