May 18, 2025 12:01 pm

“૧૭ મે વિશ્વ હાયપરટેન્શન દિવસ” અંતર્ગત જિલ્લા પંચાયત પાટણ ખાતે બ્લડપ્રેશર અને ડાયાબીટીસનો નિશુલ્ક તપાસ કેમ્પ યોજાયો

જીલ્લા પંચાયતના અલગ અલગ શાખાના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓના બ્લડપ્રેશર અને ડાયાબીટીસની નિશુલ્ક તપાસ કરાઇ

આગામી ૧૬ જુન ૨૦૨૫ સુધી જન જાગૃતિ અભિયાન અંતર્ગત આયુષ્માન આરોગ્ય મંદિરો ખાતે જન જાગૃતિ અને આરોગ્યલક્ષી કેમ્પ યોજાશે

૧૭ મે વિશ્વ હાયપરટેન્શન દિવસ નિમિત્તે

કલેકટરશ્રી અને જીલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા જીલ્લા પંચાયત પાટણ ખાતે નિઃશુલ્ક તબીબી તપાસ કેમ્પ યોજાયો હતો. જેમાં જીલ્લા પંચાયતના અલગ અલગ શાખાના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓના બ્લડપ્રેશર અને ડાયાબીટીસ ની નિશુલ્ક તપાસ કરવામાં આવી હતી. તેમજ જરૂરિયાતમંદને નિઃશુલ્ક દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

કેમ્પમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી સી.એલ પટેલ સહિતના અધિકારી અને કર્મચારીઓના

બ્લડપ્રેશર અને ડાયાબીટીસની તપાસ કરવામાં આવી હતી. લોકોમાં હાયપરટેન્શન અંગે જાગૃતિ આવે એ માટે તા.૧૭ મે ૨૦૨૫ થી ૧૬ જુન ૨૦૨૫ સુધી જિલ્લામાં તમામ આયુષ્માન આરોગ્ય મંદિરો ખાતે જન જાગૃતિ અભિયાન અને આરોગ્યલક્ષી કેમ્પ કરવામાં આવશે.

આ કેમ્પનો મુખ્ય હેતુ લોકોમાં હાઈ બ્લડ પ્રેશર (હાયપરટેન્શન) વિશે જાગૃતિ વધારવી બ્લડ પ્રેશરના નિયમિત માપનનું મહત્વ સમજાવવું, હાયપરટેન્શનના જોખમો અને તેના નિયંત્રણ વિશે માહિતી આપવી તેમજ વર્ષ 2025 ની થીમ “Measure Your Blood Pressure Accurately, Control It, Live Longer”

(તમારું બ્લડ પ્રેશર સચોટ રીતે માપો, તેને નિયંત્રિત કરો, વધુ લાંબું જીવો) વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવાની છે.

૧૭ મે વિશ્વ હાયપરટેન્શન દિવસ નિમિત્તે જાણીએ હાયપરટેન્શન શું છે?

હાયપરટેન્શન (Hypertension) એટલે ઉચ્ચ રક્તદાબ. જ્યારે હૃદય શરીરમાં રક્ત પંપ કરે છે ત્યારે રક્ત નસોમાં દબાણ ઊભું કરે છે. જો આ દબાણ સતત વધારે રહે, તો તેને હાયપરટેન્શન કહેવામાં આવે છે. હાયપરટેન્શન એ એવી સ્થિતિ છે જ્યાં રક્તનાળીઓમાં દબાણ વધારે હોય છે. જો તે લાંબા સમય સુધી રહે તો હૃદયરોગ ,સ્ટ્રોક ,કિડનીની સમસ્યાઓ ,દૃષ્ટિ ગુમાવવી જેવી ગંભીર તકલીફ થઇ સકે છે

હાયપરટેન્શનના કારણો:

ખૂબજ મીઠું (નમક) ખાવું , સ્થૂલતા(મોટાપો), વ્યાયામની ખોટ, વધારે તણાવ,વધુ દારૂ પીવું ધૂમ્રપાન, વારસાગત કારણો

હાયપરટેન્શન લક્ષણો:

હાયપરટેન્શન ઘણા વખત તો કોઈ લક્ષણ બતાવતું નથી, તેથી તેને “મૌન હત્યારો (Silent Killer)” પણ કહેવામાં આવે છે. જો લક્ષણો જણાય તો તેમાં આવી શકે છે:માથાનો દુખાવો,થાક લાગવો,ચક્કર આવવી,દૃષ્ટિ ધૂંધળી થવી,છાતીમાં દુખાવો

પરિણામો:

ઉચ્ચ બ્લડ પ્રેશર જો સમયસર નિયંત્રિત ન કરવામાં આવે તો નીચેના ગંભીર પરિણામો આપી શકે:જેવા કે …. હાર્ટ એટેક,સ્ટ્રોક , કિડની ફેલ થવી ,દૃષ્ટિ ગુમાવવી જો તમારું બ્લડ પ્રેસર 140/90 mmHg કે તેથી વધુ છે, તો તેને ગંભીરતાથી લેવા જેવી જરૂર છે.

સારવાર અને નિયંત્રણ:

મીઠું (નમક) ઓછું ખાવું (દિવસે 5 ગ્રામથી ઓછી) ,દૈનિક 30 મિનિટ વ્યાયામ, તણાવ દૂર રાખવો ,ધૂમ્રપાન/દારૂ બંધ કરવો ,નિયમિત દવાઓ લેવો ,નિયમિત બ્લડપ્રેશર ચકાસવું

ખોરાક અને લોહીનું ઉંચુ દબાણ (બ્લડ પ્રેસર)

સામાન્ય બ્લડ પ્રેશર જાળવી રાખવા માટેની સૂચનાઓ

આદર્શ વજન જાળવો. તમે વધુ વજન ધરાવતા હો તો, વજન ઘટાડો. વધુ વજન હાઈ બ્લડ પ્રેશર (લોહીનું ઉંચુ દબાણ) નું જોખમ વધારે છે. કાર્યશીલ રહો તમારા રોજીંદા જીવનની કેટલીક પ્રવૃત્તિઓ તમને ચુસ્ત રાખશે. બપોરના ભોજનના સમય અથવા રાત્રિના ભોજન પછી ચાલવાનું રાખો. લિફટની બદલે દાદર-પગથિયાં નો ઉપયોગ કરો.મીઠું (Salt) ઓછુ હોય તેવા ઓછા મસાલાવાળો ખોરાક પસંદ કરો. ખોરાકમાં સોડીયમ કેટલું છે તેની માહિતી માટે ખોરાક પરના લેબલને તપાસો. “મીઠા વગરનું” અથવા “લો સોડિયમ” લેબલ હોય તેવા ઉત્પાદનો મેળવવા માટે તપાસ કરો. ચીપ્સ, અથાણાં, પાપડ, ચટણી જેવી વધુ મીઠાવાળી ચીજવસ્તુઓથી દૂર રહો. ખોરાકમાં વધારાનું (ઉપરથી) મીઠું લેવાનું ટાળો. પ્રોસેસ કરેલો અથવા નમકીન જેવા તૈયાર પેકેટ હોય તેવા ખોરાક લેવાનું ટાળો. વધુ પડતી ખાંડવાળી મિઠાઈ અને પીણાં લેવા નહિ.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें