ભાભર તાલુકામાં સેવા બજાવતા રાજ્ય સેવકો ને માન સન્માન સાથે કાર્યક્રમ યોજી વિદાય આપવામાં આવિ હતી
વાવડિ ગામે 25 વર્ષ થી શિક્ષક તરીકે ફરજ બજાવતા ચંદ્રેશભાઇ કે. ઠક્કર ને સમસ્ત ગ્રામ જનોએ મળી ને એક અલગ રીતે વિદાય આપી હતી
વય નિવૃત થતા ચંદ્રેશભાઇને સમગ્ર ગ્રામજનોએ ઘોડા ઉપર બેસાડિ વરઘોડો ફેરવિને માનન્માન ભેર વિદાય આપી તેમના શેષ જીવન દરમ્યાન ધર્મ,સમાજઅને રાષ્ર્ટ સેવા કરી આરોગ્યમય જીવન રહે તેવિ સુભેચ્છા પાઠવા હતી
ભાભર તાલુકા પંચાયત કચેરી માં ફરજ કાળ પૂરો કરી વય નીવૃત થતા આંકડા મદદનિશ મહેશભાઇ મહેશ ભાઇ ઠક્કર ને તાલુકા પચાયત કચેરી ના ટી.ડિ.ઓ તથા સ્ટાફ મામલતદારતેમની કચેરીનો સ્ટાફ,આઇસીડિએસ,બિઆરસી.મનરેગા.શિક્ષણ કચેરીના સ્ટાફ તાલુકાના તલાટી ઓ વગેરે મળિને માન સન્માન સાથે વિદાય આપી હતી આમ મહેશભાઇ મીલનસાર અને કચેરીએ આવતા ગ્રામ્ય જનોને સંતોષ કારક જવાબ આપતા હોઇ તમામ કચેરીઓ માં લોકપ્રિય બની રહ્યા હતા
ભાભર પોલીસ સ્ટેશન માં પાંચ વર્ષ નિર્વીવાદીત રહિ એલઆઇબી ની જવાબદારી નિભાવિ દિયોદર પોલીસ સ્ટેનએ બદલી થતાં વિષ્નુભાઇ પુરોહિતને ભાભર પોલીસ અધિકારીઓ,સ્ટાફ નગરપાલિકાના પદાધિકારીઓ,કર્મચારીઓ,પત્રકારો નગરના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થીત રહિ માન સન્માન સાથે વિદાય આપી સુભેચ્છાઓ પાઠવી હતી
અહેવાલ સુનિલભાઈ ગોકલાણી ભાભર બનાસકાંઠા
