May 18, 2025 12:43 pm

Patan | પાટણ જિલ્લા કલેકટરશ્રી તુષાર ભટ્ટના અધ્યક્ષસ્થાને યોજાઈ જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક

પાટણ જિલ્લા સેવા સદનના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેકટરશ્રી તુષાર ભટ્ટના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરીયાદ નિવારણ સમીતિની બેઠક યોજાઇ હતી. જેમાં વિવિધ મુદ્દાઓને લઇને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

બેઠકમાં ધારાસભ્યશ્રી દ્વારા કરેલી રજૂઆતનું તાત્કાલિક નિવારણ લાવવા જિલ્લા કલેકટરશ્રી તુષાર ભટ્ટ દ્વારા સંબધિત વિભાગના અધિકારીશ્રીઓને સૂચન કરવામાં આવ્યું હતું. ઉપરાંત વિવિધ વિભાગોને લોકો તરફથી મળેલ અરજીઓ અને પ્રશ્નોની જિલ્લા કલેકટરશ્રી દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી.

આ સાથે કલેકટરશ્રી ના અધ્યક્ષ સ્થાને

કાયદો અને વ્યવસ્થાની બેઠક, ધાર્મિક દબાણો અંતર્ગત બેઠક, જિલ્લા પુરવઠા સલાહકાર સમિતિની બેઠક, નાર્કોટીક્સ ડ્રગ્સની ગેરકાયદેસર હેરા-ફેરી અંગેની NCORD કમિટીની બેઠક (પોલીસ અધિક્ષકશ્રી) , રોડ સેફટીની બેઠક, ડિસ્ટ્રીકટ ગ્રીવન્સ રીડ્રેસલ કમિટી અંતર્ગત ટાસ્ક ફોર્સની બેઠક, બાળશ્રમ યોગી નાબુદી ટાસ્ક ફોર્સ અને પુનઃવસન સમિતિની બેઠક, પ્રાકૃતિક કૃષિ અંતર્ગત ડિસ્ટ્રીક્ટ લેવલ મોનીટરીંગ કમિટીની બેઠક, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાની જિલ્લા અમલીકરણ સમિતિની બેઠક,અને જિલ્લા લેન્ડ કમિટીની બેઠક (વિકાસ શાખા) યોજાઇ હતી. જેમાં કલેકટરશ્રી એ જરૂરી સૂચન અને માર્ગદર્શન સાથે જે તે વિભાગના પ્રશ્નોની સમીક્ષા કરી હતી.

બેઠકમાં ધારાસભ્ય શ્રી દિનેશ ઠાકોર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સી.એલ પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વી.કે નાયી , પ્રાંત અધિકારીશ્રીઓ સહિત સંબંધિત તમામ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें