Patan | ઓપરેશન સિંદૂરના સન્માનમાં સિદ્ધપુરમાં તિરંગા યાત્રા યોજાઇ : ભારત માતા કી જય’ના નાદથી ગુંજી ઉઠ્યું સિદ્ધપુર

સિદ્ધપુર શહેરમાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે ‘તિરંગા યાત્રા’ને ફ્લેગ ઓફ કરાવ્યું

તિરંગા યાત્રા આર્મીનું સન્માન છે:-

કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત

જમ્મુ-કાશ્મીરના પહેલગામ ખાતે નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાની ઘટના બાદ ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા મા ભારતીને તથા આપણા તિરંગાને અપાવેલા ગૌરવને વધાવવા સિદ્ધપુર ખાતે નગરપાલિકા થી ઝાંપલી પોળ સુધી તિરંગા યાત્રા યોજાઈ હતી. જેમાં ભારતીય સેનાના સન્માન માટે આયોજિત તિરંગા યાત્રાને કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે, ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા પાકિસ્તાનના ઘરમાં ઘુસીને આતંકવાદીઓના ઠેકાણાનો નાશ કર્યો છે. વિશ્વે પણ ભારતની નોંધ લીધી છે. ઓપરેશન સિંદૂર થકી ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતના વિજયને ઉજવવા અને લોકોમાં દેશપ્રેમની ભાવના અખંડિત રહે એ હેતુથી આજે સિદ્ધપુરમાં તિરંગા યાત્રા યોજવામાં આવી છે.

તિરંગા યાત્રામાં નગરપાલિકા પ્રમુખ અનિતાબેન પટેલ, ઉપપ્રમુખ સોનલ બેન ઠાકર, એપીએમસી ચેરમેનન વિષ્ણુભાઇ પટેલ, સંગઠનના પદાધિકારીઓ, વિવિધ સામાજિક ધાર્મિક સંસ્થાઓ, પોલીસ જવાનો ,હોમગાર્ડ્સ જવાનો, દેરક સમાજના અગ્રણીઓ, વ્યાપારીઓ અને શહેરીજનો જોડાયા હતા.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें