પાટણ: રેલવે સ્ટેશનના પાયાના કામગીરી દરમિયાન અકસ્માત સર્જાયો..મજૂરને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો,સારવાર દરમિયાન શ્રમિક નું મોત નિપજ્યું..
પાટણ રેલવે સ્ટેશન ની કામગીરી હાલ પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે રેલ્વે સ્ટેશનના નવીનીકરણની કામગીરી દરમિયાન માટીની ભેખડ ધરાશાઈ થતાં નીચે કામ કરી રહેલ એક શ્રમિક નું મોત નિપજ્યું હતું. માટીની ભેખડ ધસી પડતાં શ્રમિક દટાતા સ્થળ પર કામ કરતાં મજુરોએ તાત્કાલિક માટી માથી બહાર કાઢી 108 મારફતે પાટણ શહેરની જનતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો પરંતુ શ્રમિકને સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નિપજ્યું હતું અને આ બાબતની જાણ હોસ્પીટલ દ્રારા પોલીસ ને કરાતા સ્થાનિક તેમજ રેલવે પોલીસ હોસ્પીટલ ખાતે પહોંચી આગળની વધુ તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
પાટણ રેલવે સ્ટેશન ખાતે બનેલ અકસ્માતની ઘટનાની મળતી માહિતી મુજબ હાલમાં પાટણ રેલવે સ્ટેશનના આધુનિકરણની કામગીરી ચાલી રહી છે. ત્યારે આ કામગીરીમાં મધ્યપ્રદેશ ડિસ્ટ્રિક્ટના 10 જેટલા મજૂરો કામ કરી રહ્યા છે. રવિવારના રોજ સવારે રેલવે સ્ટેશન પર ચાલતી પાયાની કામગીરી દરમિયાન અચાનક માટીની ભેખડ ધરાશાયી થતાં નીચે કામગીરી કરી રહેલા વિનોદકુમાર સિંહ રામચરણસિંહ નામના મજૂર ઉપર માટી ધરાશાય થતાં તેઓ માટી નીચે દટાયા હતા. આ ઘટનાની જાણ અન્ય મજૂરોને થતા તેઓએ તાત્કાલિક માટી નીચે દટાયેલા વિનોદકુમારને તાત્કાલિક બહાર કાઢી 108 ની મારફતે પાટણની જનતા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.જ્યાં જનતા હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ વિનોદ કુમારસિંહે હોસ્પિટલના સ્ટેચર પર અંતિમ શ્વાસ લીધા હતા સાથે કામ કરી રહેલા મજૂરોમાં પણ શોક ની લાગણી છવાઈ જવા પામી હતી.
આ ઘટનાની રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસને જાણ કરાતા તંત્ર પણ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યું હતું અને લાસ નું પંચનામુ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનુ જાણવા મળ્યું છે.
પાટણ રેલ્વે સ્ટેશનના આધુનિકરણની કામગીરી દરમિયાન ફરજ પરના કંપનીના જવાબદાર સુપરવાઇઝર પણ હાજર હોય તેઓ પણ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા.મધ્યપ્રદેશમાંથી મજૂરી અર્થે આવેલા અને આ ઘટનામાં મોતને ભેટેલા વિનોદ કુમાર સિંહ પરણિત હોવાનું અને ત્રણ સંતાનો હોવાનું જાણવા મળ્યું હતું.
