Patan | સિદ્ધપુર નજીક ભયાનક અકસ્માત: જોધપુરથી સુરત જતી લક્ઝરી બસ પલટી, 14 મુસાફરો ઇજાગ્રસ્ત, ચાલક ફરાર

પાટણ જિલ્લાના સિદ્ધપુર નજીક આજે વહેલી સવારે જોધપુરથી સુરત જતી લક્ઝરી બસ ભયાનક અકસ્માતનો શિકાર બની. બસના ચાલકે આગળ જતી શિફ્ટ કારને બચાવવાના પ્રયાસમાં સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં બસ પલટી ગઈ હતી.

આ દુર્ઘટનામાં કુલ 14 મુસાફરોને ઇજાઓ પહોંચી છે.

અકસ્માતની જાણ થતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ સેવાઓ ઘટના સ્થળે પહોંચી હતી અને તમામ ઇજાગ્રસ્તોને સિદ્ધપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ ઈજાઓ ગંભીર પ્રકારની નથી, જોકે કેટલાક મુસાફરોને વધુ નિરીક્ષણ માટે હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે.

બસ ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો છે. પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને ફરાર ચાલકને પકડવા માટે ચક્રો ગતિમાન બનાવાયા છે. પ્રાથમિક તફતીષમાં જાણ થઈ છે કે બસમાં આશરે 35થી વધુ મુસાફરો મુસાફરી કરી રહ્યાં હતાં.

અકસ્માતના કારણે થોડીવાર માટે હાઈવે પર ટ્રાફિકજામની સ્થિતિ ઊભી થઈ હતી, જેને સ્થાનિક પ્રશાસન અને ટ્રાફિક પોલીસ દ્વારા નિયંત્રિત કરવામાં આવી.

અધિકારીઓએ મુસાફરોની સુરક્ષાની ખાતરી આપતાં જણાવ્યું કે સમગ્ર ઘટનાની સઘન તપાસ હાથ ધરવામાં આવશે અને જો ડ્રાઇવરની બેદરકારી સાબિત થાય તો કડક પગલા લેવામાં આવશે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें