July 12, 2025 4:30 am

Santalpur | સાંતલપુરના ધોકાવાડા ગામમાં UGVCLની ઘોર બેદરકારી આવી સામે..જીવંત વીજ વાયર સાથે વીજપોલ મકાન પર પડ્યો..

સાંતલપુર તાલુકાના ધોકાવાડા ગામમાં આજે એક ગંભીર બનાવ સામે આવ્યો છે, જેમાં ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL)નો એક જૂનો અને જર્જરિત વીજપોલ જીવંત વાયર સાથે એક રહેણાંક મકાન પર પડયો હોયતો ભાગ્યવશતઃ કોઈ જાનહાની થઈ નથી, પરંતુ આ ઘટના સ્થાનિકોમાં ભયનો માહોલ ઊભો કરતી છે.

સ્થાનિક ગ્રામજનો અને તલાટીએ 2024થી જ આ જર્જરિત વીજપોલ અંગે UGVCLને અનેક વખત લેખિત તથા મૌખિક રજૂઆત કરી હતી. છતાં, કંપની દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નહોતી. જો આ ઘટના કોઈ મોટી દુર્ઘટનામાં ફેરવાત, તો તેની સમગ્ર જવાબદારી UGVCL પર આવત

હમણાંની આ ઘટનાને પગલે, ગામના લોકોએ અને સ્થાનિક તંત્રએ અન્ય એવા જ જોખમજનક વીજપોલ અંગે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. વીજ વિભાગે આવતીકાલે સુધીમાં જવાબદારી નિર્ધારિત કરી યોગ્ય પગલાં ન લે, તો આગળની કાર્યવાહીના ઈશારા પણ મળી રહ્યા છે.

આ ઘટનાથી એ સ્પષ્ટ છે કે ગ્રામ્ય વિસ્તારોમાં વીજ તંત્રની દેખરેખ અને જર્જરિત વ્યવસ્થાનો તાત્કાલિક દરખાસ્ત મુજબ સુધાર કરવો જરૂરી છે, જેથી આવી દુર્ઘટનાઓ ફરીથી ના બને તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Patan : પાટણ જિલ્લાના સરસ્વતી પોલીસ સ્ટેશનના વિસ્તારના અઘાર ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી બોટલ ટીન/નંગ ૧૦૩૬ કિ.રૂ.૨,૫૫,૧૪૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એલ.સી.બી. પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan : પાટણ જિલ્લાના સરસ્વતી પોલીસ સ્ટેશનના વિસ્તારના અઘાર ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી બોટલ ટીન/નંગ ૧૦૩૬ કિ.રૂ.૨,૫૫,૧૪૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એલ.સી.બી. પાટણ