૨ ઑક્ટોબર – મહાત્મા ગાંધીજીના જન્મ દિવસને સમગ્ર ભારતમાં ‘સ્વચ્છ ભારત દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ વર્ષે પણ ‘સ્વચ્છ ભારત મિશન’ ના ૧૦ વર્ષની ઉજવણીના ભાગરુપે સમગ્ર દેશમાં “સ્વચ્છતા હી સેવા અભિયાન”નું આહ્વાન કર્યું છે. તેના અંતર્ગત ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ થયો છે.
પાટણ જિલ્લામાં સ્વચ્છતા અભિયાન વેગવંતુ બન્યું છે. પાટણ શહેર ઐતિહાસિક વારસો ધરાવે છે. જેમાં રાણકી વાવ, સહસ્ત્રલિંગ સરોવર, પ્રાચીન દરવાજા, ભદ્રકાળી મંદિર, ઉપરાંત અનેક પ્રાચીન સ્થળો આવેલા છે. પાટણ શહેરમાં પવિત્ર સરસ્વતિ નદી પણ વહી રહી છે. આ ઐતિહાસિક ધરોહરને સાચવીને બેઠું પાટણ મ્યુઝિયમમાં સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું.
સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત પાટણ મ્યુઝિયમના ક્યુરેટર મહેન્દ્રસિંહ સુરેલાએ જણાવ્યું હતું કે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે, જે અંતર્ગત પાટણ મ્યુઝીયમના સ્ટાફ દ્વારા મ્યુઝિયમ પરિસરમાં સાફ સફાઈ કરવામાં આવી હતી. સ્વચ્છતા હી સેવાના સૂત્રને સાકાર કરવા પાટણના નાગરિકોને વિનંતી કરું છુ કે દેશને સ્વચ્છ બનાવવા અભિયાનમાં જોડાવા અપીલ કરું છું.
પાટણ મ્યુઝિયમના ક્યુરેટર ડો.મહેન્દ્રસિંહ સૂરેલા સાથે કર્મચારીઓ સફાઈ અભિયાનમા જોડાયા હતા. તેઓએ નકામો કચરો, પ્લાસ્ટિક વેસ્ટ સહિત અન્ય ઘન કચરો એકત્ર કરવામાં આવ્યો હતો.