રાજકોટ: વર્ષોંથી ‘ભારત હેડલાઈન’ ન્યૂઝ પેપર તથ્યપરક અને નિડર પત્રકારિતાનો પ્રતિક રહી છે. સમાજમાં અને શાસન તંત્રમાં જાગૃતિ લાવવા માટે અખબાર દ્વારા સતત સત્ય, તથષ્ટ અને નિર્ભય સમાચારો પ્રકાશિત કરવામાં આવતા રહ્યા છે. જેના કારણે ન માત્ર સામાન્ય જનતા પરંતુ શાસન તંત્ર પણ સચેત બને છે.
‘સત્ય હંમેશા કડવું હોય છે’ એમ કહેવાય છે, અને એ જ પંથ પર ચાલતાં ‘ભારત હેડલાઈન’ના તંત્રી શ્રી અમિતભાઈ ઠક્કર સામે છેલ્લા કેટલાય સમયમાં અમુક શરારતી તત્વો દ્વારા ખોટા આક્ષેપો કરીને ખોટા બફાટા કરવામાં આવ્યા છે. અમુક ન્યૂઝ ચેનલો પર ખોટા ઈન્ટરવ્યૂ ચાલાવી તંત્રીશ્રીને બદનામ કરવાનો ઘિનાઉનો પ્રયાસ થયો છે. જોકે, આવા આક્ષેપો છતાં શ્રી અમિતભાઈ ઠક્કરે હિંમત અને ધીરજથી કામ લીધું છે અને પોતાનું કાર્ય યથાવત્ જાળવી રાખ્યું છે.
વિચારણીય વાત એ છે કે, પુરાવાઓ સાથે સત્ય પ્રસિદ્ધ કરવું ગુનાહકિય પ્રવૃત્તિ નથી. ‘ભારત હેડલાઈન’ જેવી નિર્ભય પત્રકારિતાને ખમેરાવવા માટે આવા ખોટા પ્રયાસો કરવામાં આવ્યા હોય તો તે દંડનીય હોવા જોઈએ. દેશની ચોથી જાગીર ગણાતી પત્રકારિતાની સ્વતંત્રતા ઉપર સવાલ ઊભા કરવાનો પ્રયત્ન એ લોકશાહી પર સીધી ઘાતક અસર રૂપ છે.
અખબારના સમર્થકો અને ન્યાયપ્રેમી નાગરિકો એ માંગ ઉઠાવી રહ્યાં છે કે, ખોટા આક્ષેપો કરનારા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી થાય અને ભવિષ્યમાં આ પ્રકારના પ્રયાસો પુનઃ ન થાય એ માટે કડક પગલાં લેવામાં આવે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
