રાજ્ય સરકાર દ્વારા નવીન 3 જિલ્લાની રચના કરવાની વિચારણા બાબતે નવા વડનગર જીલ્લા માથી ઊંઝા તાલુકા વિસ્તારને બાકાત રાખવા ઊંઝા નગરપાલિકા પૂર્વ કોર્પોરેટર ભાવેશ પટેલ દ્વારા મુખ્યમંત્રી ને રજુઆત કરાઈ.
ઊંઝા નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર ભાવેશ પટેલ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ લેખિત રજૂઆત કરતા જણાવ્યું છે કે રાજ્ય સરકારશ્રી દ્વારા નવીન 3 જિલ્લા રચના કરવાની વિચારણા હેઠળ છે, જેમાં વડનગર જિલ્લા રચનામાં મહેસાણા થી દૂર અંતરયાર સતલાસણા, ખેરાલુ, વડનગર, તાલુકાના નાગરિકોને જિલ્લા મથકનો લાભ મળી શકે પરંતુ ઊંઝા તાલુકાને નવીન વડનગર જિલ્લામાં સમાવેશ કરવામાં આવે તો નાગરિકોની મુશ્કેલીમાં વધારો થાય.વડનગર વિસ્તાર ઊંઝા તાલુકા માટે દૂર હોવાથી અગવડતા વધે.
આ અગાઉ વર્ષ 1997 માં જિલ્લા વિભાજનમાં પાટણ જિલ્લા નવું બનતા સાથે સિધ્ધપુર તાલુકામાંથી નવો ઊંઝા તાલુકો અસ્તિત્વમાં આવ્યો હતો અને ઊંઝા તાલુકો પાટણ જિલ્લામાં સમાવેશ થયો, ત્યાર બાદ ઊંઝા પંથકના નાગરિકોને ઉગ્ર રજૂઆતને લીધે મૂળ મહેસાણા જિલ્લામા ઊંઝાને પરત લાવવામાં આવ્યું હતું.
ઊંઝા વિસ્તાર અનેક રીતે મહેસાણા સાથે સીધી રીતે જ વર્ષોથી જોડાયેલ છે.
