જગતભરની પ્રખ્યાત apmc, પાટીદાર કુળદેવી માં ઉમિયા માતાજી મંદિર અને પાટીદારના હબ કહેવાતા ઊંઝા માં અત્યાર સુધી મૂળ જરૂરી કહી શકાય તેવી કોઈ મોટી હોસ્પિટલ ના હોવાની વાત ઊંઝા ધારાસભ્ય શ્રી કે કે પટેલને ગમતી નહિ.
આ મહાન લોકહિતના મહાન કાર્ય ને કોઈ પણ ભોગે પાર પાડવા ધારાસભ્ય શ્રી એ પોતાના ખિસ્સાના સવા કરોડ ના દાન થી શરૂઆત કરી ઊંઝા તાલુકાના મક્તુપુર હાઇવે પર રોટરી ક્લબની જગ્યા પર આધુનિક મેડિકલ સારવાર મળી રહે તે હેતુથી આધુનિક હોસ્પિટલ બનાવવાના નિર્ણયનો પાયો નાખ્યો.
આ સંકલ્પ પૂર્ણ થતા ઊંઝા આજુબાજુના કેટલાય ગામડાઓને આરોગ્યના વિષયમાં મોટો લાભ મળી રહેશે તેવી આશા બંધાઈ રહી છે.