Patan | એ. આર. ટી. ઓ. પાટણ કચેરી દ્વારા પસંદગી ના નંબરોની ફાળવણી માટે ONLINE E-AUCTION યોજાશે

ઇચ્છુક વાહન માલિકો તેમના વાહનનું http://parivahan.gov.in/fancy પર ONLINE રજીસ્ટેશન કરી E-AUCTIONમાં ભાગ લઈ શકશે

એ. આર. ટી. ઓ, પાટણ કચેરી દ્વારા મોટરીંગ પબ્લિકને સગવડતા અર્થે પસંદગીનાં નંબરોની ફાળવણી માટે ONLINE E-AUCTION શરૂ કરવામાં આવેલ છે. અત્રેની કચેરીમાં પસંદગીના નંબર માટે નીચે મુજબની સીરીઝ ONLINE હરાજીમાં મૂકવામાં આવનાર છે.

MOTOR CYCLE:

(1) GJ.24.AL (2) GJ.24.AN

(3) GJ.24.AP (4) GJ.24.AR

(5) GJ.24.AS (6) GJ.24.AT

(7) GJ.24.BA (8) GJ.24.BB

(9) GJ.24.BD

LMV (MOTOR CAR):

(1) GJ.24.AF. (2) GJ.24.AM.

(3) GJ.24.AQ (4) GJ.24.AU

(5) GJ.24.BC

TRANSPORT VEHICLE:

(1) GJ.24.X (2) GJ.24.Z

ઉપર મુજબની વાહન નંબરની સીરીઝોને સિલ્વર/ગોલ્ડન પસંદગીનાં નંબરોની હરાજી માટે E-AUCTION માટે ખુલ્લી મૂકવામાં આવનાર છે. તો ઇચ્છુક વાહન માલિકો તેમના વાહનનું http://parivahan.gov.in/fancy પર ONLINE રજીસ્ટેશન કરી E-AUCTIONમાં ભાગ લઈ શકશે. જેની સૂચનાઓ નીચે મુજબ છે.

(૧) તારીખ ૧૦/૦૬/૨૦૨૫ના રોજ ૧૬.૦૦ કલાકથી તા.૧૨/૦૬/૨૦૨૫ના રોજ ૧૫.૫૯.૫૯ કલાક સુધી E-AUCTION માં ONLINE એપ્લિકેશન કરવાની રહેશે અને બેઈઝ રકમનું પેમેન્ટ કરવાનું રહેશે.

(२) તા.૧૨/૦૬/૨૦૨૫ના રોજ ૧૬.૦૦ કલાકથી અને તા.૧૪/૦૩/૨૦૨૫ ના રોજ ૧૬,૦૦ કલાક સુધી E-AUCTION નું Bidding કરવાનું રહેશે.

(3) E-AUCTION નું પરિણામ તા. ૧૪/૦૬/૨૦૨૫ ના રોજ ૧૬.૦૦ કલાકે ONLINE પ્રસિદ્ધ થશે.

(४) E-AUCTION પરિણામ તારીખનાં પછીના રજા સિવાયના ચાલુ દિવસે ઈ-ફોર્મ તથા અસલ આધાર કાર્ડ / સરનામનાં પુરાવા અત્રેની કચેરીએ રૂબરૂ જમા કરાવવાનાં રહેશે.

નોંધ :

(૧) ફેન્સી નંબર મેળવવા ઇચ્છુક અરજદારોએ ઉપર દર્શાવેલ વેબસાઇટ ઉપર જઈને સી. એન. એ ફોર્મ વાહન ખરીદીના સાત (૭) દિવસમાં અચૂક ONLINE ભરી દેવાનું રહેશે.

(૨) વાહન માલિકશ્રીએ ગોલ્ડન અને સિલ્વર પસંદગીના નંબરો પૈકી કોઈ એક નંબર પસંદ કરીને ONLINE પેમેન્ટ પ્રક્રિયા પૂર્ણ કરીને ONLINE રસીદ મેળવી લેવાની રહેશે.

(3) E-AUCTIONના Biddingના સમયગાળા દરમ્યાન અરજદારશ્રી રૂ.૧૦૦૦ ના ગુણાંકમાં બીડમાં વધારો કરી શકશે.

(૪) E-AUCTIONમાં નિષ્ફળ ગયેલ અરજદારોએ પોતાના નાણાંની રીફંડની પક્રિયા માટે સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી, પાટણનો સંપર્ક કરવાનો રહેશે.

(૫) પસંદગીનાં નંબર મેળવવામાં સફળ થયેલ અરજદારશ્રીઓ બાકી રકમનું ચૂકવણું ONLINE દિવસ-૫ (પાંચ) માં કરવાનું રહેશે. જેમાં નિષ્ફળ થયેથી પસંદગીનાં નંબરની ફી નું રિફંડ મળશે નહીં. જેની નોંધ લેવા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી પાટણની અખબારી યાદીમાં જણાવ્યું છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Patan : પાટણ તાલુકા પોલીસ સ્ટેશન ના ગદોસણ ગામે પેટ્રોલપંપના મેનેજર પાસેથી રોકડ રકમની લુંટ કરી લુંટના ગુનાને અંજામ આપનાર ઇસમોને ગણતરીના દિવસોમાં લુંટમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી ગુનાનો ભેદ ઉકેલતી એલ.સી.બી.પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan : પાટણ તાલુકા પોલીસ સ્ટેશન ના ગદોસણ ગામે પેટ્રોલપંપના મેનેજર પાસેથી રોકડ રકમની લુંટ કરી લુંટના ગુનાને અંજામ આપનાર ઇસમોને ગણતરીના દિવસોમાં લુંટમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી ગુનાનો ભેદ ઉકેલતી એલ.સી.બી.પાટણ