નવરાત્રી એટલે નવ દિવસ સુધી ચાલતું માતાજીની આરાધનાનું પર્વ.
‘માનાં નોરતા’ ખુબ ધામધૂમથી ઉજવાય તે માટે આયોજક દરેક મંદિર કે સંસ્થાઓએ ગામડાઓમાં પણ એક મહિના પહેલેથી જ તૈયારીઓ ચાલુ કરી દેવી પડે છે.
ઐઠોરમાં વર્ષોથી ગામના ગોદરે શ્રી અંબાજી માતા સંસ્થાન દ્વારા એકધારી ગામમાં એક જ જગ્યાએ આખા ગામના તમામ સમાજના લોકો સાથે હળી-મળી રાત્રે મોડા સુધી નવરાત્રી દરમ્યાન માતાજીના ગરબા સ્વરૂપે આરાધના થતી આવી છે,
દર વર્ષની જેમ આ વખતે પણ નાના મોટા 100 કરતા વધુ સ્વયંસેવકોની ટીમે એક મહિના અગાઉથી ચાલુ પ્રસંગ દરમ્યાન ભક્તોને સહેજ પણ તકલીફ ના થાય તેની અગાઉથી જ આયોજનમાં સખ્ત કાળજી લેતા હોય છે.
શ્રી અંબાજી મંદિર, ઐઠોરના પ્રમુખ સુનિલભાઈ પટેલે જણાવ્યું કે,
નવરાત્રીમાં આ વર્ષે બે ત્રીજ હોવાથી નવરાત્રી 10 દિવસની રહેશે, તો ગ્રામજનોએ માતાજીના ગરબા આસો સુદ નોમ ને તારીખ 12-10-24 ના શનિવારના રોજ઼ વળાવવાના રહેશે,
વ્યવસ્થા ના ભાગરૂપે અગાઉથી જ આ જાહેરાત કરી દેવામાં આવી છે, જેથી દૂર રહેતા લોકોએ આવવાનું હોય તેમણે આવવા જવા ટિકિટનું બુકીંગ કે અહીં રહેવાની વ્યવસ્થા ગોઠવી શકે.
નવરાત્રી પર્વની આપ સૌને શુભેચ્છાઓ.