June 28, 2025 8:30 pm

Patan | વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પાટણ જિલ્લા પોલીસ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન

પાટણ: આજે 5 જૂન, “વિશ્વ પર્યાવરણ દિવસ” નિમિત્તે પાટણ જિલ્લાના પાલડી પોલીસ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા પોલીસ દ્વારા વિશિષ્ટ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી, નાયબ પોલીસ અધિક્ષકશ્રી (મુખ્ય મથક), નાયબ પોલીસ અધિક્ષકશ્રી (SCST સેલ) તેમજ અનેક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની ઉપસ્થિતિ રહી હતી.

આ અવસરે પોલીસ અધિક્ષકશ્રી અને અન્ય અધિકારીઓના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કુલ મળીને અનેક રોપાઓનું રોપણ કરવામાં આવ્યું હતું અને દરેક વૃક્ષની યોગ્ય રીતે જાળવણી અને ઉછેર થાય તે માટે સૂચનાઓ આપવામાં આવી હતી.

જિલ્લા પોલીસ વડા દ્વારા જણાવ્યું હતું કે ચાલુ વર્ષે વરસાદી ઋતુમાં જાહેર અને ખુલ્લા સ્થળોએ વધુમાં વધુ વૃક્ષારોપણ કરવાનું ઉદ્દિષ્ટ રાખવામાં આવ્યું છે. સાથે જ, દરેક વૃક્ષના જીવન સુધી જતન અને સંરક્ષણ માટે પોલીસ વિભાગ તત્પર રહેશે એવું પણ જણાયું હતું.

અંતે તેમણે જણાવ્યું કે પર્યાવરણના સંરક્ષણમાં સમાજના દરેક વર્ગે ભાગીદાર થવું જરૂરી છે અને આ ઝુંબેશથી પોલીસ વિભાગ પણ પોતાની જવાબદારી નિભવી રહ્યો છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें