થરાદ તાલુકાના મલુપુર ગામે બુધવારે આંજણા ચૌધરી સમાજ તેમજ પટેલ સમાજના કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેલા વિધાનસભા અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ મોટું નિવેદન આપ્યું હતું.
જાહેર મંચ પરથી સંબોધન કરતાં શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે, “નવા બનાવાનારા વાવ-થરાદ જિલ્લાના હેડક્વાર્ટર તરીકે મલુપુર ગામ નિર્ધારિત કરવામાં આવશે, જ્યાં તમામ મહત્વની કચેરીઓ પણ સ્થાપિત કરવામાં આવશે.”
તેમણે ઉમેર્યું કે, “મલુપુર ગામમાં ટૂંક સમયમાં વડી કચેરીઓ બનશે. સાચા કામમાં અડચણો જરૂર આવે છે, પરંતુ આપણા પ્રયત્નો સતત ચાલું રહેશે અને આ સંકલ્પ પૂરો થઈને રહેશે.”
આ નિવેદન બાદ સ્થાનિક લોકોને વિકાસની નવી આશા જાગી છે. મલુપુર સહિત આજુબાજુના વિસ્તારોમાં આનંદનો માહોલ જોવા મળ્યો છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
