પાટણ.પાટણ પોલીસ અધિક્ષક શ્રી વી.કે.નાથી સાહેબ પાટણનાઓએ આગામી સમયમાં રાજ્યમા યોજાનાર સ્થાનીક સ્વરાજ્યની ચુંટણી અનુસંધાને પાટણ જીલ્લાના પોલીસ સ્ટેશનોના ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓ પકડવા સારૂ સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે અનુસંધાને શ્રી આર.જી.ઉનાગર, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી પાટણની સુચના આધારે એલ.સી.બી પાટણ પોલીસ સ્ટાફના માણસો પાટણ જીલ્લાના અલગ અલગ પો.સ્ટે.ના નાસતા ફરતા આરોપીઓ અંગે માહિતિ મેળવી પકડી પાડવા સારૂ પ્રયત્નશીલ હતા દરમ્યાન મળેલ હકીકત આધારે સિધ્ધપુર પો.સ્ટે ગુ.ર.નં-૧૧૨૧૭૦૩૦૨૪૧૩૫૯/૨૪ એન.ડી.પી.એસ એક્ટ ૧૭(બી),૨૯ વિગેરે મુજબના ગુનાના કામે નાસતા ફરતા આરોપી જાટ લખવીંદરસિંગ હરપાલસિંગ રહે-તુર તા.તરન તારન જી.તરન તારન પંજાબ રાજ્યહાલ રહે-સિધ્ધપુર પાલનપુર હાઇવે લખેદા ઢાબા સિધ્ધપુર વાળો જેના વિરૂધ્ધ નામદાર સિધ્ધપુર કોર્ટ દ્વારા બી.એન.એસ.એસ કલમ ૭૨ મુજબનુ વોરંટ પણ ઇસ્યુ થયેલ હોઇ જે ઉપરોક્ત ગુનો આચર્યા બાદ પોતાની ધરપકડ ટાળવા સંતાતો ફરતો હોઇ જેને આજરોજ પાટણ ખાતે થી પકડી પાડી બી.એન.એસ. કલમ ૩૫(૧) જે મુજબ અટક કરી આગળની વધુ કાર્યવહી સારૂ પાટણ શહેર બી ડીવી પો.સ્ટે સોંપવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીની વિગતઃ-
(૧) જાટ લખવીંદરસિંગ હરપાલસિંગ રહે-તુર તા.તરન તારન જી.તરન તારન પંજાબ રાજ્ય હાલ રહે-સિધ્ધપુર પાલનપુર હાઇવે લખેદા ઢાબા સિધ્ધપુર
પકડવાના બાકી ગુન્હાની વિગતઃ-
(૧) સિધ્ધપુર પો.સ્ટે ગુ.ર.નં-૧૧૨૧૭૦૩૦૨૪૧૩૫૯/૨૪ એન.ડી.પી.એસ એક્ટ ૧૭(બી), ૨૯ વિગેરે મુજબ
