Patan | પાટણ સીટી એ ડીવી પોલીસ સ્ટેશનના જી.પી.આઈ.ડી.એક્ટ મુજબના ગુનાના કામે છેલ્લા નવ માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી એલ.સી.બી. પાટણ

પાટણ પોલીસ અધિક્ષક શ્રી વી.કે.નાયી સાહેબ પાટણનાઓએ આગામી સમયમાં રાજ્યમા યોજાનાર સ્થાનીક સ્વરાજ્યની ચુંટણી અનુસંધાને પાટણ જીલ્લાના પોલીસ સ્ટેશનોના ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓ પકડવા સારૂ સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે અનુસંધાને શ્રી આર.જી.ઉનાગર, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. પાટણનાઓના માર્ગદર્શન હેઠળ પાટણ જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓની માહિતી મેળવી પકડી પાડવા સારૂ એલ.સી.બી.સ્ટાફના માણસો પાટણ શહેરમા ખાનગી વાહનમા પેટ્રોલીંગમા હતા. દરમ્યાન બાતમી હકીકત મળેલ કે પાટણ શહેરમા સને-૨૦૨૦ થી ૦૬/૨૦૨૪ દરમ્યાન પાટણ શહેર મેઇન બજારમા આવેલ હીરા જવેલર્સના માલિક સોની હિતેશભાઇ મહેંદ્રભાઇ નાઓ દ્રારા લક્કી ડ્રો યોજના તથા સુર્વર્ણ બચત યોજના નામે લોભામણી જાહેરાત કરી દાગીના બનાવી આપવાનો વિશ્વાસ ફરીયાદી તેમજ સાહેદો પાસે કેળવી ૧૬૦.૭૫૦/- ગ્રામ સોનુ કિં.રૂ. ૮,૫૦,૦૦૦ તથા રોકડ રૂ.૩૧,૮૬,૦૦૦/- મળી કુલ રૂ.૪૦,૩૬,૦૦૦/- ની ફરી.તથા સાહેદો સાથે ઠગાઇ વિશ્વાસઘાત આચરેલ જે અંગે પાટણ સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશન પાર્ટ-એ ગુ.ર.ન. ૧૧૨૧૭૦૧૯૨૪૦૬૯૩/૨૦૨૪ બી.એન.એસ.કલમ-૩૧૬(૨), ૫૪ તથા જી.પી.આઇ.ડી.એક્ટ કલમ ૦૩ તથા જી.પી.આઈ.ડી.એક્ટ કલમ ૦૩ તથા

ધી પ્રાઇઝ ચીટસ એન્ડ મની સર્કુલેશન સ્કીમ એક્ટ ૧૯૭૮ કલમ-૩,૪,૫ મુજબનો ગુનો દાખલ થયેલ જે ગુનાના કામે ઉપરોક્ત આરોપી વિરુધ્ધ નામ.કોર્ટ બી.એન.એસ. એસ.કલમ-૭૨ મુજબનુ વોરંટ ઇશ્યુ કરેલ જે કામે નાસતા ફરતા આરોપી સોની મહેંદ્રભાઇ રતિલાલ રહે.પાટણ મ.ન.૧૦ ગોલ્ડન રો હાઉસ તા.જી.પાટણ વાળાઓ હાલમા પાટણ શહેર સુભાસ ચોક ખાતે આવેલ ગણપતિ દાદા મંદિર પાસે હાજર હોવાની હકીકત આધારે ઉપરોક્ત આરોપીને પકડી પાડી બી.એન.એસ. કલમ ૩૫(૧) (જે) મુજબ અટક કરી આગળની કાર્યવાહી સારૂ પાટણ સીટી એ ડીવી.પો.સ્ટે. ખાતે સોંપવા તજવીજ કરેલ છે.

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें