April 4, 2025 10:16 pm

આહવામાં ‘અનામત વિરોધી કોંગ્રેસ’નાં બેનરો સાથે ભાજપનું ધરણા પ્રદર્શન

સાપુતારા : કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધી દ્વારા અનામત અંગેનું નિવેદન આપવામાં આવ્યુ હતુ. ત્યારે આ નિવેદનનાં વિરોધમાં ડાંગ જિલ્લામાં ભાજપનાં આગેવાનો દ્વારા સખત વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. તેમજ ‘કોંગ્રેસનો અનામત વિરોધી ચહેરો’, અનામત વિરોધી કોંગ્રેસ’ વગેરેનાં બેનર લગાવી ભાજપ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ. કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધી દ્વારા વિદેશમાં જઈ અનામત અંગે નિવેદન આપવામાં આવેલા હોવાના આક્ષેપ સાથે આહવામાં ભાજપ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આહવા ખાતે ડાંગ ભાજપ દ્વારા આ દેશમાં નહી ચાલે અનામત વિરોધી કોંગ્રેસ સહિત અલગ અલગ સૂત્રો લખી પ્લે કાર્ડ બતાવી ધરણા પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ. જેમાં ધારાસભ્ય વિજયભાઈ પટેલ, જિલ્લા પંચાયતનાં પ્રમુખ નિર્મળાબેન ગાઈન, ભાજપા પાર્ટી પ્રમુખ કિશોરભાઈ ગાવીત, મહામંત્રીઓમાં હરિરામભાઈ સાંવત, દિનેશભાઇ ભોયે, રાજેશભાઈ ગામીત, આદિજાતિ મોરચાનાં મંત્રી સુભાસભાઈ ગાઈન, આહવા તાલુકા પંચાયતનાં પ્રમુખ સુરેશભાઈ ચૌધરી સહિત ભાજપાનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

 

Ashok kumar Jiyani
Author: Ashok kumar Jiyani

Co editor in chief

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें