શ્રાદ્વ એટલે પિતૃઓના આશીર્વાદ મેળવવાના દિવસો.
શ્રાદ્વના દિવસો હવે પુરા થવા આવ્યા.
આ 15 દિવસોમાં કદાચ એકેય હિન્દુ પરિવાર એવો નહિ હોય જે પોતાના પિતૃઓના આત્માનું કલ્યાણ અને આશીર્વાદ નહિ ઈચ્છતો હોય.
ઊંઝા તાલુકાના ઐઠોર ગામના યુવા અને ઉત્સાહી ડૉ. ધવલકુમાર નટુભાઈએ પટેલે પોતાના સ્વર્ગીય દાદા શ્રી કરશનભાઇ વીરાભાઇ પટેલ (સાખે -સાવદરા, ઠે -સુંસરીઓ વાસ) ને સમાજમાં જીવંત રાખવાના અને તેમના આશીર્વાદ મેળવવાના હેતુસર આજ 28-09-24 શનિવાર, એકાદશી ના રોજ઼ બપોરે શ્રાદ્વના પુણ્ય સાળી દિવસોમાં આખા ઐઠોરની સ્કૂલોમાં ભણતા આશરે 750 જેટલા બાળકો – વિધાર્થીઓ, સ્ટાફ તથા સબંધીઓ મળી કુલ 1200 જેટલા વ્યક્તિઓને ભરપેટ ભોજન કરાડાવ્યું હતું.
સમગ્ર વ્યવસ્થા પરિવારજનોએ સાચવી લીધી હતી.
શ્રી અંબાજી માતાજી મંદિરની વાડીમાં સમગ્ર પોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું.
આખા ગામ અને ખેતરોમાં રખડતા કુતરાઓ માટે પણ લાડવા ખવડાવવાનું ગોઠવેલ છે.
સમાજમાં ભાગ્યે જ જોવા મળી શકે તેવી ડૉ. ધવલની પોતાના દાદા માટેની લાગણી પ્રસંશાને પાત્ર બની છે.