August 21, 2025 10:49 am

Banaskatha | બનાસકાંઠા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી

ચંડીસર ખાતે આવેલ શ્રી સેલ્સ નામની ઘી બનાવતી ઉત્પાદક પેઢીના બે અલગ અલગ ઘીના નમૂના લેબોરેટરી ખાતે તપાસ અર્થે મોકલાયા

રૂપિયા ૩.૫૦ લાખની કિંમતનો ૬૭૪ કિલો ઘીનો જથ્થો જપ્ત કરાયો

ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ ૨૦૦૬ અને તે અન્વયેના રૂલ્સ અને રેગ્યુલેશન હેઠળ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર બનાસકાંઠા દ્વારા જાહેર જનતાના આરોગ્યના હિતમાં ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ -૨૦૦૬ હેઠળ કામગીરી કરી છે.

બનાસકાંઠા ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ડેઝિગ્નેટેડ ઓફિસરશ્રી ટી.એચ.પટેલ, ફૂડ સેફ્ટી ઓફિસર શ્રી કે.કે ચૌધરી તથા ઇ.એસ.પટેલ દ્વારા ૧૮ જૂન ૨૦૨૫ના રોજ પ્લોટ નંબર ૨૩૮, જી.આઇ.ડી.સી, ચંડીસર ખાતે આવેલ શ્રી સેલ્સ નામની ઘી બનાવતી ઉત્પાદક પેઢીની તપાસ કરવામાં આવી હતી.

આ તપાસ દરમિયાન ઘીના જુદાજુદા બે નમુનાઓ સામેલ વિગતે પેઢીના માલિક પાસેથી ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ ૨૦૦૬ હેઠળ લેવામાં આવ્યા હતા અને ચકાસણી અર્થે ફૂડ લેબોરેટરી ખાતે મોકલી આપવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. નમુનો લીધા બાદ બાકીનો શંકાસ્પદ ગુણવત્તાનો ઘીનો ૬૭૪ કિલોગ્રામનો જથ્થો કે જેની કિંમત આશરે ૩,૫૦,૪૮૦/- રૂપિયાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

સદર પેઢી ઘુમર નામે ગાયનું અને ભેંસનું ઘી બનાવી જુદા જુદા રાજ્યોમાં વેચાણ કરતા હોવાનું તપાસમાં માલૂમ પડેલ છે. ફૂડ વિભાગ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે તેમ બનાસકાંઠા ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ડેઝિગ્નેટેડ ઓફિસરશ્રી દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

રિપોર્ટર રાવળ અસ્મિતા બી. (.બી.કે.) 

Leave a Comment

और पढ़ें

Radhanpur : આધુનિક ભારતના સ્વપ્નદ્રષ્ટા, દેશના પૂર્વ પ્રધાનમંત્રી તથા ભારત રત્ન સ્વ. શ્રી રાજીવ ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે રાધનપુર વિધાનસભા કોંગ્રેસના આગેવાનો દ્વારા સામાજિક સેવા સાથે પર્યાવરણ સંરક્ષણના કાર્યક્રમો યોજાયો

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Radhanpur : આધુનિક ભારતના સ્વપ્નદ્રષ્ટા, દેશના પૂર્વ પ્રધાનમંત્રી તથા ભારત રત્ન સ્વ. શ્રી રાજીવ ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે રાધનપુર વિધાનસભા કોંગ્રેસના આગેવાનો દ્વારા સામાજિક સેવા સાથે પર્યાવરણ સંરક્ષણના કાર્યક્રમો યોજાયો