August 20, 2025 6:46 pm

Patan | પાટણ જિલ્લામાં ૨૨ મી જૂનના રોજ ગ્રામ પંચાયતની ચુંટણી યોજાશે

Patan. ગ્રામ પંચાયત ચૂંટણીમાં સરપંચની બેઠક માટે ૧૩૦૮ ફોર્મ ભરાયાં જેમાં ૧૨૯૬ ફોર્મ માન્ય

પાટણ ગ્રામ પંચાયત ચુંટણીમાં ૯૪ સરપંચ તથા ૧૯૬૦ સભ્યો બિન હરીફ્

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા તા.૨૮/૦૫/૨૦૨૫ ના રોજ પાટણ જિલ્લામાં ૩૮૦ ગ્રામ પંચાયત માટે ૩૨૦ સરપંચની બેઠકો તથા ૨,૭૩૧ સભ્યોની બેઠકો માટે ચૂંટણી જાહેર કરવામાં આવેલ છે. જેના માટે ૨૨ મી જૂનના રોજ મતદાન યોજાશે.

ગ્રામ પંચાયત ચૂંટણીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સુધીમાં કુલ ૧૩૦૮ ફોર્મ સરપંચની બેઠક માટે અને ૩૬૫૦ ફોર્મ સભ્યોની બેઠક માટે ભરાયા હતા. જેમાંથી ૧૨૯૬ ફોર્મ સરપંચની બેઠક માટે અને ૩૫૭૯ ફોર્મ સભ્યોની બેઠક માટે માન્ય રહ્યા હતા. જેમાંથી ૯૪ સરપંચ તથા ૧૯૬૦ સભ્યો બિન હરીફ બન્યા હતા. જેમાં ૬૨૫ ઉમેદવાર સરપંચની બેઠક માટે તથા ૧૨૨૫ ઉમેદવાર સભ્યોની ચૂંટણી યોજાશે.

હાલમાં પાટણ જિલ્લામાં ૩૮૦ ગ્રામ પંચાયતોમાંથી ૭૦ ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિન હરીફ (સમરસ) બની છે. જ્યારે ૭૮ ગ્રામ પંચાયતો અંશત: બિન હરીફ બની છે. બાકીની કુલ ૨૩૨ ગ્રામ પંચાયતો જેમાં ૨૨૪ સરપંચની બેઠકો માટે તથા ૫૬૩ સભ્યોની બેઠક માટે ૨૨ જૂન ૨૦૨૫ ના રોજ મતદાન યોજાશે. જેમાં કુલ ૬૦૬ મતદાન મથકો ખાતે ૫,૧૧,૯૪૩ મતદારો દ્વારા મતદાન કરવામાં આવશે. જેમાં કુલ ૬૪૮ મત પેટીઓ ઉપયોગમાં લેવામાં આવનાર છે.

ગ્રામ પંચાયત ચૂંટણીમાં અંદાજિત ૩૩૯૪ પોલિંગ સ્ટાફ તથા ૧૧૯૮ જેટલો પોલીસ સ્ટાફ મતદાન મથકે ફરજ બજાવશે. જિલ્લામાં કુલ મતદાન મથકો પૈકી ૨૯૯ મતદાન મથકો સંવેદનશીલ મતદાન મથક તરીકે નક્કી કરવામાં આવેલ છે. જેમાં પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવામાં આવશે. ગ્રામ પંચાયત ચૂંટણી અન્વયે ૨૫ જૂન ૨૦૨૫ ના રોજ તાલુકા વાઇસ અલગ અલગ કુલ નવ કાઉન્ટિંગ સ્થળોએ મતગણતરી હાથ ધરવામાં આવશે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Radhanpur : આધુનિક ભારતના સ્વપ્નદ્રષ્ટા, દેશના પૂર્વ પ્રધાનમંત્રી તથા ભારત રત્ન સ્વ. શ્રી રાજીવ ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે રાધનપુર વિધાનસભા કોંગ્રેસના આગેવાનો દ્વારા સામાજિક સેવા સાથે પર્યાવરણ સંરક્ષણના કાર્યક્રમો યોજાયો

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Radhanpur : આધુનિક ભારતના સ્વપ્નદ્રષ્ટા, દેશના પૂર્વ પ્રધાનમંત્રી તથા ભારત રત્ન સ્વ. શ્રી રાજીવ ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે રાધનપુર વિધાનસભા કોંગ્રેસના આગેવાનો દ્વારા સામાજિક સેવા સાથે પર્યાવરણ સંરક્ષણના કાર્યક્રમો યોજાયો