સુરત શહેરના ભાજપના નગરસેવકો કોઈને કોઈ મુદે વિવાદમાં આવી રહ્યા છે. હવે પાંડેસરાના એક નગરસેવકની હાજરીમાં હપ્તાની માગણીની બબાલનો વીડિયો વાયરલ થયો છે.શહેરના ભાજપના નગરસેવકોના વિવાદો સામાન્ય બાબત બની ગયા છે. હવે પાડેસરા વિસ્તારમાં બે કરોડના હપ્તાની માંગણીની બબાલનો વીડિયો વાયરલ થયો છે. ૨૨ સેકન્ડના આ વીડિયોમાં વોર્ડ નં. ૨૮ના ભાજપના નગરસેવક શરદ પાટીલની પણ હાજરી છે. જેમાં શરદ પાટીલ મોપેડ પર છે. પીળા ટી શર્ટમાં એક વ્યક્તિ વીડિયોમાં દેખાય છે જેને સંબોધીને કહે છે કે આ માણસ બે કરોડનો હપ્તો માગે છે. એ પીળા ટીશર્ટ વાળો વ્યક્તિ મકાનની પાળ પર બેસે છે ત્યારે એક આધેડ વયની મહિલા ધસી આવે છે. જે શરદ પાટીલ સામે પણ ગાળો બોલે છે. બાદમાં બૂમો પાડતી પાડતી પીળા ટીશર્ટ વાળા વ્યક્તિને તમાચો મારી દે છે. દરમિયાન નગરસેવક શરદ પાટીલ પણ મોપેડ પરથી ઉતરીને વીડિયો ઉતારનાર તરફ આગળ વધે છે.સૂત્રોનું કહેવું છે કે જે વીડિયો ઉતાર્યો છે એ સ્થળ પાંડેસરાનો હીરાનગર વિસ્તાર કહેવાય છે. હપ્તાની જે કથિત વાત થાય છે એ દારૂના અડ્ડાની કે અન્ય કોઈ હોઈ શકે છે.હપ્તો માંગ્યો નથી, લુખ્ખા તત્વોએ હોબાળો મચાવ્યો : શરદ પાટીલ વાયરલ વીડિયો અંગે પૃચ્છા કરતા નગરસેવક શરદ પાટીલે જણાવ્યું હતું કે, આવતીકાલે મનપાની સામાન્ય સભા હોય હું અને મારા ભાગીદાર ભૂષણ પાટીલ બમરોલી હીરાનગર વિસ્તારમાં ગયા હતા. જેથી એ વિસ્તારના પ્રશ્નો રજૂ કરી શકાય. દરમિયાન જે જગ્યા વીડિયો બન્યો છે એ ગૌચરની વિવાદીત જમીન છે. અમારા રાઉન્ડ વેળા લુખ્ખા તત્વો ત્યાં આવી પહોંચ્યા હતા અને હોબાળો કર્યો હતો. મેં કોઈ હપ્તો માંગ્યો નથી.

Author: Ashok kumar Jiyani
Co editor in chief