ગોધરા ની હોટલ લક્ઝરા ખાતે સુંદર વ્યવસ્થા સાથે રાજસભા સાંસદશ્રી ડૉ.જસવંતસિંહજી પરમાર, બ્રહ્માકુમારીના સંચાલિકા બીકે સુરેખા દીદી,ની હાજરી અને અનેક મહાનુભાવો,વરિષ્ઠ પત્રકારો પણ રહ્યા ઉપસ્થિત..
ખીચોખીચ ભરેલા હોલ માં માં પ્લેન દુર્ઘટના ના મૃતકો ને શ્રદ્ધાંજલિ બાદ કાર્યક્રમનો પ્રારંભ રાષ્ટ્રગીત અને સ્વાગત ગીત સાથે..
પંચમહાલ જિલ્લા પ્રમુખ નું અનેરું આયોજન ચાલુ કાર્યક્રમે પાંચ વાર ડ્રો માં જેમના નંબર આવ્યા એ તમામને ગિફ્ટ થી સન્માનિત કર્યા.
શ્રેષ્ઠીઓ ના સહયોગથી તમામ પત્રકારો માટે સુંદર ભોજન તેમજ ગિફ્ટ ની વ્યવસ્થા..
પૂર્વ પ્રમુખ ઇસ્માઇલ ઝભા તેમજ સમાજ સેવી શિક્ષક હિરેનભાઈ દરજી દ્વારા કાર્યક્રમ નું સુંદર સંચાલન..
પત્રકાર એકતા પરિષદ ના અધિવેશનો ને ત્રણ મહિનાના બ્રેક બાદ એટલે કે પ્રદેશ અધ્યક્ષ ઑસ્ટ્રેલિયા થી પરત આવતા પંચમહાલ જિલ્લા ના અધિવેશન થી પ્રારંભ કર્યો,પરંતુ પ્રથમ કાર્યક્રમ ની સફળતાની ચર્ચા સમગ્ર ગુજરાતમાં, આમંત્રિત મહેમાનો,પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ ના અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત સમાજ શ્રેષ્ઠીઓ,સામાજિક સંસ્થાઓ,વરિષ્ઠ અને મુખ્ય મીડિયા ના સિનિયર પત્રકારોની સંપૂર્ણ હાજરી વચ્ચે અધિવેશન નો પ્રારંભ ગુજરાતમાં પ્લેન દુર્ઘટના માં મૃત્યુ પામેલા સૌને શ્રદ્ધાંજલિ સાથે, દીપ પ્રાગટ્ય,સ્વાગત ગીત અને રાષ્ટ્રગીતના ગાન થી કરાયો હતો..
પ્રદેશ અધ્યક્ષ,ઉપાધ્યક્ષ,મહામંત્રી સહિત હોદ્દેદારો,ઝોન,જિલ્લા,મહિલા વિંગ ના હોદ્દેદારો ના સન્માન સાથે મહેમાનો ના સન્માન અને સ્વાગત શાલ,બુકે અને સ્મૃતિ ભેટ સાથે કરાયા, કાર્યક્રમ માં વચ્ચે વચ્ચે ત્રણ ચિઠ્ઠી બાલિકાઓ દ્વારા ખેંચી લક્કી નંબર જે પત્રકાર પાસે કુપન હતા તે પૈકી જેમના નંબર આવે તેને ગિફ્ટ થી સન્માનિત કરાયા આવા તબક્કાવાર પાંચ ડ્રો ના માધ્યમથી કાર્યક્રમ માં એક અનોખી ભાત પાડવા નો સફળ પ્રયાસ સરાહનીય રહ્યો.. મહેમાનો નું શાબ્દિક સ્વાગત જિલ્લા પ્રમુખ શ્રી પ્રદીપભાઈ સોની એ કર્યું, આમંત્રિત મહેમાનો પૈકી સાંસદ શ્રી ડૉ. જસવંતસિંહજી પરમારના સન્માન ની તક પત્રકારો ને મળી અને જે ડોક્ટર માં માણસ ભગવાન જેવો ભરોસો રાખે છે,એવા ભલે સંસદ હોય પણ સરળ ખૂબ,સેવા જબ્બર ને 70000 કરતા વધુ સર્જરી નો રેકોર્ડ એમની માનવસેવા નો પુરાવો આપે એવા રાજસ્થ મહાનુભાવ ના મુખમાંથી પત્રકારો માટે નીકળેલા શબ્દો,પત્રકારો સાથેનો લગાવ,સમાજ ની બદીઓ ની સફાઈ,વૈચારિક સફાઈ ઝુંબેશ ચલાવતા પ્રેસ મીડિયા ની સરાહના કરી હતી,પ્રદેશ અધ્યક્ષ દ્વારા કેન્દ્ર સરકાર સમક્ષ રજૂ કરેલી બે માંગણીઓ ની ચર્ચા કરતા તેઓએ રેલવે કન્સેશન ચાલુ કરાવવા,તેમજ પત્રકારો માટે ટોલ ફ્રી કરાવવા પ્રયત્નો હાથ ધરવા ખાતરી આપી હતી. લોકસભાના સાંસદ શ્રી રાજપાલસિંહ જાદવ તથા ધારાસભ્ય શ્રી સી .કે. રાઉલજીએ આ અધિવેશનની સફળતા માટે શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો.
પંચમહાલ જિલ્લા ના પત્રકારો ભેળાં કરવા,સંગઠિત કરવા કપરું લાગતું કાર્ય સરળ બન્યા નો અને પંચમહાલ ના તમામ પત્રકારો કોઈ પ્રકારના ભેદભાવ વિના એક હોવાનો સંદેશ સમગ્ર ગુજરાતને તમામે ઉપસ્થિત રહી,કાર્યક્રમ ને સફળ બનાવી આપ્યો હતો.વરિષ્ઠ પત્રકારો એ પણ પોતાના ટૂંક મંતવ્યો રજૂ કર્યા હતા અને નિખાલસતા થી જણાવ્યું હતું કે જવું કે ના જવું આ અવઢવ માં હતા,છતાં આમંત્રણ મળ્યું એટલે હાજરી પૂરવા આવ્યા,પરંતુ કાર્યક્રમ નું સુંદર આયોજન,રાજ્યભરના હોદ્દેદારો ની હાજરી,પ્રદેશ અધ્યક્ષ ની કાંકરા કાઢેલી વાત સૌને પત્રકારો નો પણ પરિવાર છે એવો અહેસાસ કરાવી ગયા ની કબૂલાત આ અધિવેશનની સફળતાની સાક્ષી પૂરે છે.
આ કાર્યક્રમ માં મહેમાનોના હસ્તે સન્માન પત્ર આપી શાલ ઓઢાડી, પુષ્પગુચ્છ સાથે વિધ વિધ સફળતા,સેવા ની સુવાસ ના સુકાનીઓ નું સન્માન કરતા સૌએ તાળીઓના નાદ સાથે પ્રોત્સાહિત કરવા માં કોઈ કચાશ રાખી નોતી.સાચા સેવાના સુકાનીઓ ની પીઠ થાબડવા ની તક પત્રકારો ને મળ્યા નો પણ સૌને અનેરો આનંદ જોવા મળ્યો હતો.. છેલ્લે કાર્યક્રમ ના સંચાલકો ના સન્માન સાથે આભારવિધિ પ્રદેશ અગ્રણી ઇસ્માઇલભાઈ ઝભા એ કરી,સૌને ગિફ્ટ આપી,સાથે ભોજન લઈ અન્ન ભેળાં એના મન ભેળાં નો સંદેશ આપ્યો હતો. કાર્યક્રમ ને સફળ બનાવવા જિલ્લા અધ્યક્ષ શ્રી પ્રદીપભાઈ સોની,પૂર્વ અધ્યક્ષશ્રી ઇસ્માઇલ ભાઈ ઝભા, ઉપાધ્યક્ષ શ્રી શ્યામલભાઈ પટેલ,વિપુલભાઈ દરજી,ફિરોઝભાઈ શેખ ઝોન પ્રભારી અને ટીમ દ્વારા જહેમત ઉઠાવી હતી એ સૌને પ્રદેશ અધ્યક્ષે બિરદાવી શુભેરછાઓ પાઠવી અભિનંદન આપ્યા હતા..
—–+ લાભુભાઈ કાત્રોડીયા
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
