June 24, 2025 5:46 pm

Varahi Patan : વારાહી આઈ આર ડી શાખાની ધાબા ની છત પડતા હિસાબી શાખા ના કર્મચારીનો આબાદ બચાવ 

ભ‌યના ઓથાર તળે કર્મચારીઓ પોતાની ફરજ બજાવી રહ્યા છે 

બિસ્માર બિલ્ડિંગમાં 30થી વધુ કર્મચારીઓ બેસે છે 

સાંતલપુર તાલુકા પંચાયત નું બિલ્ડીંગ બિસ્માર બનતા છેલ્લા 15 વર્ષથી તાલુકા પંચાયત અલગ અલગ બિલ્ડીંગોમાં ચાલે છે પહેલા તાલુકા પંચાયત જુના સીએસસી ખાતે ચાલતી હતી ત્યાંથી ખાલી કર્યા પછી તાલુકા પંચાયત ના કર્મચારીઓ ગ્રામ પંચાયતના મીટીંગ હોલમાં બેસે છે નવીન તાલુકા પંચાયત બનાવવા માટે વારંવાર રજૂઆત કરવા આવી અને જમીનના સર્વે કરવામાં આવ્યા પણ છેલ્લા 15 વર્ષથી નવીન તાલુકા પંચાયત બનાવવામાં આવતી નથી નવીન તાલુકા પંચાયત નુ બિલ્ડીંગ બનાવવા માટે હાઇવે ઉપર જગ્યા પણ જોવામાં આવી છે અને મંજુર પણ થઈ ગઈ છે તો પણ તાલુકા પંચાયત બિલ્ડીંગ નું કામ ચાલુ કરવામાં આવ્યું નથી તાલુકા પંચાયત પાસે પોતાની બિલ્ડીંગ ન હોવાથી આઈઆરડી શાખાના અધિકારીઓ તાલુકા પંચાયતના એક બિસ્માર બિલ્ડિંગમાં બેસે છે આઇઆરડી શાખાના જે કર્મચારીઓની બિલ્ડિંગની ધાબાની છત વારંવાર પડી રહી છે તેના કારણે ફરજ બજાવતા કર્મચારી ચિંતાતુર બન્યા છે

વારાહી ખાતે આવેલ તાલુકા પંચાયતના વિભાગના આઇઆરડી શાખાના ધાબા ની છત સોમવારના રોજ અચાનક પડતા હિસાબી શાખા ના કર્મચારીનો આબાદ બચાવ થયો જ્યારે છત પડી તેના પહેલા કર્મચારી જે ખુરશી ટેબલ ઉપર કામ કરી રહ્યા હતા તેજ ખુરશી ટેબલ ઉપર છત પડી હતી અને તે કર્મચારી બહાર જતાં જ ધાબા ની છત તે બેસે તે ખુરશી અને ટેબલ ઉપર પડતા તેમનો આબાદ બચાવ થયો છે બિસ્માર બિલ્ડીંગ હોવાને કારણે કર્મચારીઓ ભયના ઓથાર કરે કામ કરી રહ્યા છે

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें