August 19, 2025 2:04 am

Santalpur : સાંતલપુર તાલુકાના કલ્યાણપુરા ગામના ગ્રામજનોનો ઉગ્ર વિરોધ: શિક્ષકોની ગેરહાજરી સામે શાળાને તાળાબંધી

પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના કલ્યાણપુરા ગામમાં શિક્ષણની ઘટતી ગુણવત્તાને લઈને ગ્રામજનોનો ધીરજનો કાંઠો છલકાયો છે.

ગામના લોકો દ્વારા સ્થાનિક પ્રાથમિક શાળામાં શિક્ષકોની ગેરહાજરી અને બાળકોને યોગ્ય શિક્ષણ ન મળતા હોવાના આક્ષેપ સાથે શાળાને તાળાબંધી કરવામાં આવી છે.

કલ્યાણપુરા ગામની આ પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5 સુધીના અંદાજે 200થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

જોકે, શાળામાં ફરજ બજાવતા ત્રણ શિક્ષકો સમયસર હાજર રહેતા નથી અને બાળકોને યોગ્ય માર્ગદર્શન મળી શકતું નથી તેમ ગામજનોનો આક્ષેપ છે.

વિશેષરૂપે, ગ્રામજનોની માગ છે કે હાલના બેદરકાર શિક્ષકોની તાત્કાલિક બદલી કરીને તેમની જગ્યાએ જ્ઞાની અને જવાબદાર શિક્ષકોની નિમણૂક કરવામાં આવે.

તેમનું કહેવું છે કે તેઓ પોતાના બાળકોના ભવિષ્ય સાથે કોઈપણ ભીડખેત સહન નહીં કરે અને જરૂરી હોય તો આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan : પાટણ શહેર વ્રજ એપાર્ટમેન્ટ ફ્લેટ ખાતે થયેલ ઘરફોડ તેમજ મો.સા. ચોરીના વણ શોધાયેલ ગુનો શોધી કાઢી ચોરીમા ગયેલ સોના ચાંદીના દાગીના,ઘર વખરીના સામાન તેમજ મો. સા. મળી કુલ રૂ.૨,૧૩,૦૨૦/- ના મુદ્દામાલ સાથે ચોર ઇસમને ગણતરીના કલાકોમાં પકડી પાડતી એલ.સી.બી.પાટણ