August 20, 2025 12:43 am

માં ઉમિયા પરિવાર ઊંઝા દ્વારા દાંતાના 7478 જેટલા આદિવાસી બાળકોને ભોજન કરાવી નેલ પોલીસ, ચાલ્લા,રૂમાલ,ચંપલ વગેરે જેવી ચીજ વસ્તુઓ આપી સેવા કેમ્પ કર્યો.

 

26-9-24 ના રોજ઼ માં ઉમિયા પરિવાર ઊંઝા દ્વારા ઊંઝા ભક્ત મંડળની બહેનો સાથે મળી કુલ 300 જેટલા સેવકો સાથે 7 આઈશર અને 5 પ્રાઇવેટ ગાડી ભરી દાંતાના આંતરિયાળ આદિવાસી વિસ્તારમાં 35 સ્કૂલોના 7478 બાળકોને ભરપેટ ભોજન કરાવવામાં આવ્યું હતું.

આ સેવા માટે તેઓ આગલી રાત સુધીમાં પહોચી ગયા હતા.

3710 દીકરીઓને નેલ પોલીસ, રૂમાલ, ચાલ્લા,

5286 બાળકોને નવા ચંપલ વિતરણ કરાવવામાં આવ્યું હતું.

બધા જ બાળકોના ચહેરા પર ગજબની પ્રસન્નતા સ્પષ્ટ દેખાઈ આવતી હતી.

પોગ્રામ પૂર્ણ થયે તમામ સેવકો સાથે ખેડબ્રહા શ્રી અંબાજી માતાના મંદિરે દર્શન કરી સૌ ઊંઝા પાછા ફર્યા હતા.

ઊંઝાના સેવકોએ તેમના સત્કાર્યો ની સુગંધ છેક દાંતા -અંબાજી સુધી પહોંચાડી દીધી હતી.

દર વર્ષે સમય- શક્તિની અનુકૂળતા મુજબ આ મંડળ અનેક પ્રકારની ઉપયોગી સેવાકીય પ્રવુતિઓ કરતુ જ હોય છે.

આ તરફ આવો સેવાકીય પોગ્રામ કરવા તેઓ પહેલી વાર જ આવ્યા હતા.

સેવાના પરમ આનંદ ને સૌ અનુભવી રહ્યા હતા.

તેમની આ સેવાકીય પ્રવુતિ ચોમેર પ્રશંસા ને પાત્ર બની છે.

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें