July 11, 2025 2:30 pm

Patan : રાધનપુર અને સાંતલપુર તાલુકામાં પાણી પુરવઠા બોર્ડ હસ્તકની પાઇપલાઇનમાં ગેરકાયદેસર જોડાણ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે

પાણીની પાઇપલાઇનમાં ગેરકાયદેસર જોડાણ કરનાર લોકો સામે પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવશે

ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ હસ્તકની નર્મદા મુખ્ય નહેર આધારીત રાધનપુર-સાંતલપુર જુથ યોજના મારફતે પીવાનું પાણી મેળવતાં રાધનપુર અને સાંતલપુર તાલુકાનાં તમામ ગામો તેમજ રાધનપુર શહેરના રહીશોને જણાવવામાં આવે છે કે ગુજરાત વિધાનસભા દ્વારા ૨૦ ઓગસ્ટ ૨૦૧૯ ના રોજ “ગુજરાત રાજ્યમાં અધિકૃત રીતે અથવા વધુ પડતા પાણીના ઉપાડને અટકાવવા અને પાણી પુરવઠાની વ્યવસ્થાનું સંરક્ષણ કરવા “ગુજરાત ઘર વપરાશ પાણી પુરવઠા (સંરક્ષણ) અધિનિયમ ૨૦૧૯” પસાર કરવામાં આવેલ છે.

રાધનપુર સાંતલપુર તાલુકામાં પીવાના પાણીના ખુબ જ ઓછા સોર્સ તેમજ પાણીની તંગીને ધ્યાને રાખી અત્રેના વિભાગ દ્વારા તાલુકાના તમામ ગામોમાં નિયમિત અને પુરતુ પીવાનુ પાણી પુરૂ પાડવા સઘન પ્રયત્નો કરવામાં આવે છે. પરંતુ કેટલાક અસામાજીક તત્વો દ્વારા તેમના ઘર, ખેતરો, સંસ્થા તેમજ એકમોમાં બોર્ડ હસ્તકની રાઇઝિંગ મેઇન અને ગ્રેવીટી પાઈપલાઈનમાંથી ગેરકાયદેસર રીતે જોડાણ કરી કનેકશન લઇ પાણીનો દુરુપયોગ કરવામાં આવે છે. જેના કારણોસર જે-તે સેકશન પરના આગળના ગામોમાં પીવાનુ પાણી અપુરતુ મળે છે. આવી પરિસ્થિતિ દર વર્ષે ઉનાળાની સિઝનમાં બે થી ત્રણ માસ તેમજ સોર્સથી અપુરતુ રો-વોટર મળવાના દિવસોમાં થાય છે. આથી રાધનપુર, સાંતલપુર તાલુકામાં વસવાટ કરતા, તેમજ વિવિધ એકમો ધરાવતા લોકોને જણાવવાનું કે પાણી પુરવઠા બોર્ડ હસ્તકની રાઇઝિંગ મેઇન અને ગ્રેવીટી પાઈપલાઈનમાંથી ગેરકાયદેસર પાણીનું જોડાણ કરવું કે કરાવવુ તે ઉપર દર્શાવેલ અધિનિયમ હેઠળ ગુનાને પાત્ર છે. આથી ભવિષ્યમા ગામોમાં પીવાનુ પાણી ઓછુ મળવાના કિસ્સામાં જે-તે ગામની ફરિયાદ અત્રે મળશે, તો તેને ધ્યાને લઇ અત્રેની કચેરી દ્વારા તપાસ દરમ્યાન આ પ્રકારની ગેરકાયદેસર પાણીનું જોડાણ લેવાનુ માલુમ પડશે તો તેવા ઇસમો વિરુદ્ધ ગેરકાયદેસર રીતે પાણી વપરાશની આકારણી કરવામાં આવશે, તેમજ પોલીસ વિભાગને પણ જરૂરી કાર્યવાહી માટે જાણ કરવામાં આવશે. તેમજ આ ઇસમો દ્વારા આવી આકારણીની રકમ ન ભરે તો તેમની જમીન કે સ્થાવર મિલકત ઉપર પાણી પુરવઠા બોર્ડનો બોજો દાખલ કરવામાં આવશે. જેની સબંધિતોએ નોંધ લેવા અંગેનાયબ કાર્યપાલક ઇજનેર, જાહેર આરોગ્ય સુખાકારી પેટા વિભાગ, રાધનપુર ની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Patan : પાટણ જિલ્લાના સરસ્વતી પોલીસ સ્ટેશનના વિસ્તારના અઘાર ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી બોટલ ટીન/નંગ ૧૦૩૬ કિ.રૂ.૨,૫૫,૧૪૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એલ.સી.બી. પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan : પાટણ જિલ્લાના સરસ્વતી પોલીસ સ્ટેશનના વિસ્તારના અઘાર ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી બોટલ ટીન/નંગ ૧૦૩૬ કિ.રૂ.૨,૫૫,૧૪૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એલ.સી.બી. પાટણ