July 3, 2025 10:19 pm

Patan : રાધનપુર-સાંતલપુર ગ્રુપ જુથ યોજના અંતર્ગત આવતા ગામડાઓ માટે પૂરતો પાણી પુરવઠો પહોંચાડશે

રણ વિસ્તારમાં અગરીયાઓને ટેન્કરો મારફત પાણી પુરવઠો પુરો પાડવામાં આવશે

નર્મદા મેઈન કેનાલ આધારિત રાધનપુર- સાંતલપુર ગ્રુપ જુથ યોજના દ્વારા રાધનપુર તાલુકાના ૫૬ ગામો અને સાંતલપુર તાલુકાના ૭૦ ગામો મળી કુલ ૧૨૬ ગામો અને રાધનપુર શહેર સહિત કુલ ૧૨૬ ગામોને સાતુન મેઈન હેડવર્કસ ખાતે બનાવવામાં આવેલ ૬૦ એમ.એલ.ડી. ક્ષમતાના ફિલ્ટર પ્લાન્ટ દ્વારા અલગ-અલગ રાઈઝીંગ મેઈન પાઈપલાઈન મારફત નિયમિત અને પુરતા પ્રમાણમાં પાણી પુરવઠો પુરો પાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે સાંતલપુર તાલુકામાં સાંતલપુર થી આશરે ૫ થી ૪૦ કી.મી સુધી વિસ્તરેલા રણ વિસ્તારમાં ટેન્કરો મારફત પાણી પુરવઠો પુરો પાડવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

માહે ઓકટોબર થી નવેમ્બર માસની આસપાસમાં મિઠુ પકવવા માટે સીઝન ચાલુ થતી હોય જે સમયગાળા દરમ્યાન રણ વિસ્તારમાં અગરીયા મીઠું પકવવા માટે પ્રાઈવેટ ઉદ્યોગ અર્થે કામગીરી કરવા માટે આવતા હોય છે. ત્યારબાદ માહે – મે મહીના દરમ્યાન સિઝન પુર્ણ થતાં અગરીયાઓ પરત પોતાના વતનમાં જતા રહે છે. જેથી રન વિસ્તારમાં પાણી ની જરૂરિયાત ન હોઇ ગત વર્ષે પાણીની વ્યવસ્થા કરાઈ નહોતી. ત્યારબાદ અગરિયા હિતરક્ષક મંચ, સાંતલપુર દ્વારા ટેન્કર ફાળવવા માટેની માંગણી કરવામાં આવી હતી.

જે અંતર્ગત તેઓની માંગણી મુજબના અંદાજો પ્રમાણે અત્રેની કચેરી ખાતે ડિપોઝીટ રકમ જમા કરાવ્યા બાદ તેમજ ઉક્ત કામગીરી માટેના અંદાજોને જિલ્લા પાણી સમિતિની બેઠકમાં સક્ષમ કક્ષાએથી મંજુરી મળ્યા બાદ તેઓની માંગણી મુજબના ટેન્કરો મારફત પાણી પુરવઠો પુરો પાડવામાં આવશે એવું કાર્યપાલક ઇજનેર જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ રાધનપુરની અખબારી યાદીમાં જણાવ્યું છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Patan : પાટણ તાલુકા પોલીસ સ્ટેશન ના ગદોસણ ગામે પેટ્રોલપંપના મેનેજર પાસેથી રોકડ રકમની લુંટ કરી લુંટના ગુનાને અંજામ આપનાર ઇસમોને ગણતરીના દિવસોમાં લુંટમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી ગુનાનો ભેદ ઉકેલતી એલ.સી.બી.પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan : પાટણ તાલુકા પોલીસ સ્ટેશન ના ગદોસણ ગામે પેટ્રોલપંપના મેનેજર પાસેથી રોકડ રકમની લુંટ કરી લુંટના ગુનાને અંજામ આપનાર ઇસમોને ગણતરીના દિવસોમાં લુંટમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી ગુનાનો ભેદ ઉકેલતી એલ.સી.બી.પાટણ