Santalpur : સાંતલપુર તાલુકાના વરણોસરી નજીક ભારતમાલા રોડ તુટી ગયો…

ટોલ ચૂકવ્યા બાદ પણ જીવના જોખમે રોડ પરથી પસાર થતા વાહન ચાલકો…

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં થી પસાર થતાં ભારત માલા રોડ ચોમાસાના પ્રથમ વરસાદમાં તુટી જતા રોડની કામગીરી ની ગુણવત્તા સામે અનેક સવાલો ઊભા થવા પામ્યા છે.

અંદાજે 500 કરોડના ખર્ચે બનેલ માર્ગ ઉપર થી પસાર થતાં વાહન ચાલકો પાસે થી મોટો ટોલ વસૂલવામાં આવેછે પરંતુ વરણોસરી ગામ નજીક રોડ તૂટી જતા વાહન ચાલકો જીવના જોખમે માર્ગ ઉપર થી પસાર થવા મજબૂર બન્યા છે.

ભારત સરકાર ના સડક પરિવાન મંત્રાલય દ્વારા ભારત માલા પરિયોજના અંતર્ગત રૂપિયા 2030.44 કરોડના ખર્ચે સાંચોર થી સાંતલપુર સુધીનો 125 કિમી ના માર્ગને ચાર પેકેજમાં ગ્રીન ફિલ્ડ એક્સપ્રેસ વે 6 લેન રોડનું નિર્માણ કરવામાં આવેલું છે.

જેમાં પ્રત્યેક પેકેજમાં 30 કિમીના માર્ગનું રૂપિયા 500 કરોડના ખર્ચે નેશનલ હાઈવે ઓર્થોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા 6 લેન રોડનું નિર્માણ કરવામાં આવ્યું છે.

જેમાં પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના વરણોસરી ગામ નજીક ભારત માલા રોડ કેટલીક જગ્યાએ બેસી જતા મોટા મોટા ખાડા પડી ગયાં છે.

કેન્દ્ર સરકાર દ્વારા નામ આપવામાં આવેલ એક્સપ્રેસ વે આજે લોકલ વે બની જવા પામ્યો છે. સાતલપુર થી પ્રવેશ કરેલ વાહન ચાલક પાસે થી મોટો ટોલ વસૂલવામાં આવેછે

પરંતુ આગળ જતા વાહન ચાલકને રોડ ઉપર ડામર જોવા મળતો નથી રોડ બેસી જવાને કારણે રોડ ઉપર થી પસાર થતા માલવાહક વાહન ચાલકો ગાડી પલ્ટી મારી જવાનો ભય વ્યક્ત કરે છે.

સાતલપુર તાલુકામાં ભારત માલા રોડનું કામ કરનાર એજન્સી દ્વારા હલકા પ્રકારની કામગીરી કરવામાં આવી છે

જેને કારણે આજે કરોડો રૂપિયાના ખર્ચે બનેલા રોડની દુર્દશા થઈ હોવાનું સ્થાનિક લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું.

આ બાબતે ઉચ્ચકક્ષાએ તપાસ હાથ ધરવામાં આવે અને જવાબદારો સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી તાલુકાના લોકોએ માંગ કરી હતી.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Patan : પાટણ તાલુકા પોલીસ સ્ટેશન ના ગદોસણ ગામે પેટ્રોલપંપના મેનેજર પાસેથી રોકડ રકમની લુંટ કરી લુંટના ગુનાને અંજામ આપનાર ઇસમોને ગણતરીના દિવસોમાં લુંટમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી ગુનાનો ભેદ ઉકેલતી એલ.સી.બી.પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan : પાટણ તાલુકા પોલીસ સ્ટેશન ના ગદોસણ ગામે પેટ્રોલપંપના મેનેજર પાસેથી રોકડ રકમની લુંટ કરી લુંટના ગુનાને અંજામ આપનાર ઇસમોને ગણતરીના દિવસોમાં લુંટમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી ગુનાનો ભેદ ઉકેલતી એલ.સી.બી.પાટણ