July 11, 2025 4:41 pm

Patan : મર્ડરના ગુન્હાના કામે ચાણસ્મા સબ જેલ કેદી જેલના કમ્પાઉન્ડમાંથી પોલીસની નજર ચુકવી જેલ સુરક્ષા તોડી છેલ્લા ૧૨ વર્ષથી ફરાર થયેલ કેદીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોડ-પાટણ

પાટણ પોલીસ અધિક્ષકશ્રી, વી.કે. નાયી સાહેબ, પાટણનાઓની સુચના મુજબ તથા નાયબ પોલીસ અધિક્ષક સા.શ્રી મુ.મ.પાટણ નાઓના માર્ગદર્શન હેઠળ જીલ્લાના પેરોલ-ફર્લો-વચગાળાના તથા જેલ ફરારી તેમજ નાસતા-ફરતા આરોપીઓ/કેદીઓ પકડવા સારૂ ટેક્નિકલ એનાલીસીસ તેમજ હયુમન સોર્સીસ આધારે ફિલ્ડમાં કાર્યરત હતા દરમ્યાન બાતમી હકીકત મળેલ કે ચાણસ્મા પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૬૮/૨૦૧૪ ઈ.પી.કો. કલમ-૨૨૪ વિ. મુજબના જેલ ફરારી કેદી રમેશજી અમરાજી ઠાકોર રહે.ધોળકા, વાદીનો ટેકરો જી.અમદાવાદ, મુળ રહે.દાંતરવાડા તા.હારીજ જી.પાટણવાળો ચાણસ્મા પો.સ્ટે ફૂ.ગુ.ર.નં.૨૦/૨૦૧૪ ઈ.પી.કો કલમ.૩૦૨ વિ મુજબના ગુન્હાના કામે ચાણસ્મા સબ્ જેલમાં જ્યુડીશીયલ કસ્ટડીમા હતો અને તા.૦૧/૦૫/૨૦૧૪ના કલાક-૦૭/૩૦ વાગે દૈનિક ક્રિયા સારૂ ચાણસ્મા સબ જેલની બેરેકમાંથી બહાર કાઢતા પોલીસની નજર ચુકવી બાથરૂમ ઉપરથી વરંડો કુદી જેલ સુરક્ષા તોડી નાસી ગયેલ અને જેને જેલ ફ્રારી લીસ્ટમાં જાહેર કરેલ હતો, અને સદર કેદી પોતાની ધરકપડ ટાળવા સારૂ પોતે પોતાની અસલ ઓળખ છુપાવવા પોતાનું નામ બદલી પોતે હેવી વ્હિકલ ડ્રાયવિંગ જાણતો હોઈ અલગ-અલગ ટ્રાન્સ્પોર્ટ કંપનીઓમાં માલવાહક ટ્રક ગાડીઓ ચાલાવી ભારતભરમાં ફરતો હતો. સદર કેદીની ઉપરોક્ત હકીકત આધારે વોચ તપાસ કરતાં અમદાવાદ નારણપુરા ખાતે હાજરી પ્રસ્થાપિત થતા સદર જગ્યાએથી જેલ ફરાર કેદી મળી આવતા તેને પકડી પાડી બી.એન.એન.એસ. ની કલમ-૩૫(૧)(જે) મુજબ અટક કરી બાકીની સજા ભોગવવા આગળની કાર્યવાહી કરવા સારૂ પાટણ સીટી બી.ડીવી. પો.સ્ટે. ખાતે સુપ્રત કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીની વિગતઃ-

(૧) રમેશજી ઉર્ફે ભાણજી અમરાજી ઠાકોર, રહે.ધોળકા, વાદીનો ટેકરો, જી.અમદાવાદ મુળ રહે.દાંતરવાડા, તા.હારીજ જી.પાટણ

ગુન્હાની વિગતઃ-

(૧) ચાણસ્મા પો.સ્ટે ફ.ગુ.ર.નં.૨૦/૨૦૧૪ ઈ.પી.કો. કલમ-૩૦૨ વિ. મુજબ

(૨) ચાણસ્મા પો.સ્ટે ફ.ગુ.ર.નં.૬૮/૨૦૧૪ ઈ.પી.કો. કલમ-૨૨૪ વિ. મુજબ

Leave a Comment

और पढ़ें

Patan : પાટણ જિલ્લાના સરસ્વતી પોલીસ સ્ટેશનના વિસ્તારના અઘાર ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી બોટલ ટીન/નંગ ૧૦૩૬ કિ.રૂ.૨,૫૫,૧૪૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એલ.સી.બી. પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan : પાટણ જિલ્લાના સરસ્વતી પોલીસ સ્ટેશનના વિસ્તારના અઘાર ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી બોટલ ટીન/નંગ ૧૦૩૬ કિ.રૂ.૨,૫૫,૧૪૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એલ.સી.બી. પાટણ