છેવાડાના માનવી સુધી સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ પુરો પાડવા માટે સરકારશ્રીના વિવિધ વિભાગો દ્વારા કેમ્પનું આયોજન કરાયું
ભારત સરકારની આદિવાસી સશક્તિકરણ પ્રત્યેની પ્રતિબદ્ધતાના ભાગ રૂપે ધરતી આબા જનભાગીદારી અભિયાન 15 જૂન-15 જુલાઈ 2025 દરમિયાન ચાલી રહેલ છે.
જે અન્વયે આદિવાસી વિસ્તારોમાં છેવાડાના માનવી સુધી સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ પુરો પાડવા માટે સરકારશ્રીના વિવિધ વિભાગો દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.
ઉક્ત કેમ્પના આયોજન અન્વયે તા.૦૭/૦૭/૨૦૨૫ ના રોજ જારૂષા અને ફૂલપુરા, તા.૦૮/૦૭/૨૦૨૫ના રોજ વારાહી તથા તા.૦૯/૦૭/૨૦૨૫ના રોજ દેસર ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું
તથા તા.૧૦/૦૭/૨૦૨૫ના રોજ67 સાંતલપુર, તા.૧૧/૦૭/૨૦૨૫ના રોજ વાઢીયા અને તા.૧૪/૦૭/૨૦૫ના રોજ ઝેકડા ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવનાર છે.
આ અભિયાન અંતર્ગત આદિજાતી વિસ્તારોમાં રહેતા આદિજાતી લોકોના કલ્યાણ માટે તેમના ઘર આંગણે સેવાઓનું વિતરણ કરી સરકારી યોજનાઓના લાભથી વંચિત હોય તેવા તમામ આદિવાસી સમુદાયના લોકોને યોજનાઓનો લાભ આપવામાં આવી રહેલ છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
