કલેકટર દ્વારા ચાર મહિના પહેલા આ બ્રિજ ઉપર ભારે વાહનો બંધ કરવા જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું
સાતલપુર તાલુકાના સીધાડા થી સુઈગામ જવાના મુખ્ય માર્ગ ઉપર ઝઝામ પાસે કચ્છ બ્રાન્ચ કેનાલ પસાર થાય છે
આ કેનાલ ઉપર પુલ બનાવવામાં આવેલ છે
પણ આ પુલ ઘણા ટાઈમથી જર્જરીત થઈ ગયો છે જર્જરીત હોવા છતાં પણ અવરલોડ વાહનો બેફામ રીતે દોડી રહ્યા છે
સાંતલપુર તાલુકાના ઝઝામ પાસેથી કચ્છ બ્રાન્ચ કેનાલ પસાર થાય છે
આ કેનાલ ઉપર 11 વર્ષ પહેલા બ્રિજ બનાવવામાં આવ્યો હતો
તે બ્રિજ એકદમ જર્જરીત બની ગયો છે
આ પુલ જર્જરીત બનતા જિલ્લા કલેકટર દ્વારા આજથી ચાર મહિના પહેલા જાહેરનામું પ્રચિત કરવામાં આવ્યું હતું
અને ભારે વાહનો પુલ ઉપર ચલાવવા ઉપર પ્રતિબંધ ફરવામાં આવ્યો હતો
છતાં પણ આ જ પુલ ઉપરથી ભારે વાહનો બેફામ રીતે પસાર થઈ રહ્યા છે
અને જિલ્લા કલેકટરના જાહેરનામાને ઘોળીને પી ગયા છે
આજે પણ આ પુલ ઉપરથી અવરલોડ ગાડીઓ દોડી રહી છે અને તંત્ર કામ કરી રહ્યું છે
શું આ પુલ પડે અને મોટી હોનારત થાય તેની રાહ જોઈ રહ્યું છે તંત્ર
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
