પાલનપુર બસ સ્ટેશન માર્ગથી લઈને ગણેશપુરા – ગોબરી રોડ સહિતના માર્ગોની કરાઈ મરામત
રાજ્યના નાગરિકોને ચોમાસા દરમિયાન માર્ગો પર અગવડ ન પડે તે માટે મરામતની કામગીરી તાકીદે પૂર્ણ કરવામાં આવી રહી છે.
જેના અનુસંધાને બનાસકાંઠા જિલ્લામાં નગરપાલિકા, માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ તથા પંચાયત દ્વારા વરસાદને પગલે ક્ષતિગ્રસ્ત થયેલ વિવિધ રસ્તાઓને રિપેરિંગ, રિસરફેસિંગ, મેટલવર્ક કરી મોટરેબલ કરવાની કામગીરી હાથ ધરાઇ હતી.
પાલનપુર નગરપાલિકા દ્વારા શહેરમાં વિવિધ રસ્તાઓનું મરામતનું કામ પ્રગતિ હેઠળ છે.
નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર ૮ દેવપુરા ગામ તરફના મુખ્ય માર્ગ, વોર્ડ નંબર ૧૧ ગણેશપુરા રોડ, વોર્ડ નંબર ૮ લક્ષ્મીપુરા માર્ગ, વોર્ડ નંબર ૭ હાઈ-વે હનુમાન ટેકરી થી સુખબાગ રોડ, વોર્ડ નંબર ૨ બસ સ્ટેશન માર્ગ, વોર્ડ નંબર ૬ ગોબરી રોડ, વોર્ડ નંબર ૧૦ ડેરી રોડ પર વરસાદને પગલે થયેલા ખાડા પુરાવામાં આવ્યા છે તથા અન્ય રાજમાર્ગો પર જરુરી મરામત કામ કરવામાં આવી રહ્યું છે.
આ કામગીરીના ભાગરુપે પાલનપુર શહેરમાં વિવિધ માર્ગોના મરામતની કામગીરી પાલનપુર નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવતા આ કામગીરી પ્રગતિ હેઠળ છે.
વરસાદના કારણે માર્ગો પર પડતા ખાડાનું મરામતકામ સત્વરે કરી અને માર્ગો પર વાહનોની અવરજવર સરળતાથી થઈ શકે તે હેતુથી આ કામગીરી સત્વરે પૂર્ણ કરવામાં આવી રહી છે.
રિપોર્ટર રાવળ અસ્મિતા બળવંતભાઈ -પાલનપુર
