રાધનપુર-મહેસાણા હાઇવે પર ના
બનાસ નંદી બ્રિજ પણ મોટી દુર્ઘટનાની રાહે?
તંત્રની નિષ્ક્રિયતા પર ઉઠે છે સવાલ
જર્જરિત બ્રિજ પર ખાડાઓથી ઘીગડાં મરે છે વાહનો – નવીન પુલને મંજૂરી મળતા છતાં કામ ક્યાં છે?
જર્જરિત બનાસ બ્રિજ પરથી સતત લોડિંગ વાહનો પસાર… દુર્ઘટના પછી જવાબદારી કોણ લેશે?
પાટણ જિલ્લાના રાધનપુર –મહેસાણા હાઇવે ને જોડતો મુખ્ય માર્ગ પર બનાસ બ્રિજ આવેલ છે જે આશરે 60 વર્ષ જૂનો બ્રિજ છે. અને બ્રિજ પર અનેકવાર ખાડા પડ્યા હોય અને સતત થીગડા મારી તંત્ર સંતોષ માનતું નજરે ચડ્યું છે.
વડોદરા જિલ્લાના પાદરા-જંબુસર માર્ગ પર મુજપુર નજીક ભેસાળ દુર્ઘટનાપસ્ચાત, પાટણ જિલ્લાના લોકોમાં પણ ભય અને ચિંતાની લાગણી જોવા મળી રહી છે. કારણ કે રાધનપુર-મહેસાણા માર્ગ પર આવેલા “બનાસ નદી બ્રિજ”ની હાલત પણ કંઈ ખાસ અલગ નથી.
60 વર્ષ જૂનો બ્રિજ, આજે ખતરાના અંશ પર:
આ પુલ આશરે 60 વર્ષ જૂનો છે અને તંત્ર દ્વારા એની મરામત કે નવીન બાંધકામ અંગે હજુ સુધી કોઈ ઠોસ પગલું લેવામાં આવ્યું નથી. અનેકવાર અહીં મોટા ખાડાઓ પડતા રહે છે અને તત્કાલિક પગલાં તરીકે ખાડાઓમાં ઘીગડા નાખી કામ ચલાવટ કરવામાં આવે છે.ત્યારે આ બાબત ને લઇને થોડા સમય અગાઉ જ એક જગૃત નાગરીકે આ બ્રિજ નો વિડિઓ વાયરલ કર્યો હતો જેમાં – ખાડાઓની ભયાનક સ્થિતિ
તાજેતરમાં એક વિડિઓ વાયરલમાં જોવા મળી હતી. જેમાં બનાસ નદી બ્રિજની ભયજનક સ્થિતિ સ્પષ્ટ દેખાય છે. ખાડાઓ એટલા ઉંડા છે કે તે વાહનચાલકો માટે જીવલેણ બની શકે છે.જયારે તંત્ર ખાડા પર ડામર પાથરી થીગડા મારી સંતોષ માની લે છે પરંતુ બ્રિજ બનાવવાની કામગીરી હાથ ધરાઈ નથી.
ભારે વાહનોનો સતત પ્રવાહ – દુર્ઘટનાનો ભય:-
આ માર્ગ ઉપર દિવસ-રાત ભારે વાહનો પસાર થાય છે. જો બ્રિજ તૂટે તો મોટી માનવહાનિ થવાની ભયાવહ શક્યતા છે.ત્યારે લોકોમાં પણ પ્રશ્નો ઉઠી રહ્યાં છે કે કામ શરુ કેમ નથી થયું?
સ્થાનિક સ્તરે માહિતી મળી છે કે બ્રિજના નવનિર્માણ માટે મંજૂરી મળી ચૂકી છે, છતાં કામ આજદિન સુધી શરુ થયું નથી.
શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? સ્થાનિકોની માંગ – “આજ નહીં તો કાલે નહીં, બ્રિજ તાત્કાલિક નવો બનાવો!” સ્થાનિક નાગરિકો, સામાજિક કાર્યકરો અને વાહનચાલકો દ્વારા તાત્કાલિક નવીન બ્રિજ બાંધવાની માંગ ઉઠી રહી છે.
તંત્ર માટે મહત્વપૂર્ણ પ્રશ્નો:
1. બ્રિજ માટે મળેલી મંજૂરીની કામગીરી શરુ કેમ થઈ નથી?
2. પાદરા જેવી ઘટનાઓ પછી પણ પાટણ જિલ્લામાં તકેદારી કેમ લેવામાં આવી નથી?
3. જો બ્રિજ તૂટે, તો જવાબદારી કોણ લેસે
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
