માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા બ્રિજ પર પડેલ નાના-મોટા ખાડાઓ ડામરથી પુરવામાં આવ્યા
માર્ગો પર વાહનોની અવર-જવર સરળતાથી થઈ શકે તે હેતુથી કામગીરી સત્વરે પૂર્ણ કરવામાં આવી
પાટણ જિલ્લામાં ચોમાસામાં થયેલ વરસાદના કારણે અનેક વિસ્તારમાં નાના મોટા રસ્તાઓને નુકસાન પહોંચ્યું હતું. જેને લઈ પાટણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક મરામત કામગીરી શરૂ કરવામાં આવી છે.
જે અંતર્ગત માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) હસ્તકના સરસ્વતી-પાટણને જોડતા મુખ્યમાર્ગ પર આવેલ બ્રિજ પર ચોમાસામાં વરસાદને કારણે નાના-મોટા ખાડાઓ પડ્યા હતા.
જેને કારણે વાહનચાલકોને અવર-જવર કરવામાં ભારે હાલાકી પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી. જેને લઈ જિલ્લા વહીવટી તંત્રના સંકલન હેઠળ માર્ગ અને મકાન વિભાગ દ્વારા સ્થળ પર ડામરથી ખાડા ભરવાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવી છે, જેથી નાગરીકોને વાહન વ્યવહાર માટે સરળતા રહે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમગ્ર જિલ્લામાં વરસાદથી થયેલ માર્ગ નુકશાનને પગલે સતત સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે અને તાત્કાલિક રસ્તા મરામત માટે સુયોજિત આયોજન સાથે કામગીરી હાથ ધરાઈ છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
