July 22, 2025 5:50 pm

Harij : હારીજ પાલિકા ટેક્સ ઇન્સ્પેક્ટરને જાનથી મારી નાંખવાની ધમકી, કોર્પોરેટરના પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

પાલિકા વિવાદ : કોર્પોરેટરના પતિ અને ટેક્સ ઇન્સ્પેક્ટર વચ્ચે ઉગ્ર બોલાચાલી, મામલો પોલીસ મથક પહોંચ્યો  

પાટણ જીલ્લાના હારીજ ખાતે હારીજ નગર પાલિકામાં બુધવારના રોજ મહિલા નગરસેવકના પતિએ ટેક્સ ઇન્સ્પેકટરને ફોન કરતા કર્મચારી અન્ય કામમા વ્યસ્ત હોઈ ફોન નહીં ઉપાડતા ક્લાર્કના ફોનમાં વાત કરી ટેક્સ ઇન્સ્પેક્ટરને ગાળાગાળી બોલી જાનથી મારી નાખવાની ધમકી આપવાની પોલીસ ફરિયાદ ટેક્સ ઇન્સ્પેક્ટરે હારીજ પોલિસ સ્ટેશને નોંધાવેલ છે.

હારીજ નગર પાલિકામાં ટેક્સ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા ભુપેન્દ્રભાઈ રતીલાલ ત્રિવેદી બુધવારના રોજ પાલિકાના કામમાં વ્યસ્ત હતા વોર્ડ ૪ ના નગરસેવક લક્ષ્મીબેન ભીલના પતિ જીતુભાઇ હસમુખલાલ ભીલનો ફોન આવ્યો હતો જે ફોન નહીં ઉપાડતા જીતુભાઇ ભીલે પાલિકામાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા પરેશભાઈ રાવળ ના ફોનમાં કોલ કર્યો હતો અને ભુપેન્દ્ર ભાઈને આપો કેહતા ભુપેન્દ્રભાઈએ ફોન પર વાત કરતા કોર્પોરેટરના પતિ જીતુભાઇ ભીલે ગાળાગાળો બોલી મારો ફોન ઉપાડતા કેમ નથી જાનથી મારી નાખીશ કહી ધમકી આપવાની ફરિયાદ હારીજ પોલિસ મથકે ટેક્સ ઇન્સ્પેકટર ભુપેન્દ્રભાઈ ત્રિવેદીએ નોંધાવેલ છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें