બાવરડા કેનાલ પાસે છેલ્લા 15 દિવસથી હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું છે
સાંતલપુર તાલુકાના સિધાડા પાણી પુરવઠા યોજના હેઠળ બાવરડા કેનાલ નજીક પાઇપલાઇન માં તૂટફૂટ થતા છેલ્લા પંદર દિવસથી સતત પાણી વેડફાઈ રહ્યું છે.
હજુ સુધી તંત્ર દ્વારા કોઇ પણ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી નથી,
જે અંગે સ્થાનિકો ઊંડો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે.
લાઈનના લિકેજને કારણે હજારોથી વધુ લીટર પાણી દરરોજ બગડી રહ્યું છે,
જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની અછત સર્જાઈ રહી છે.
આ બાબતે ગ્રામજનોએ અનેક વખત પાણી વિભાગના અધિકારીઓને જાણ કરી હોવા છતાં કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી.
પરિણામે પાણી વેડફાઈ રહ્યું છે અને પરિપ્રેક્ષ્યમાં ત્યાંના ખેડૂતો અને રહીશો પરેશાન છે.
તેઓએ તાત્કાલિક તંત્રને નોધ લઈને તુરંત સમારકામ કરવામાં આવે એવી લોક માંગ ઉઠી છે
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ,
જો આ સ્થિતિ યથાવત રહેશે તો આગામી સમયમાં પાણીની તીવ્ર તંગી સર્જાઈ શકે છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
