પત્રકારો ના 12 પ્રશ્નો જીવરાજભાઈ ધારુકા ને સાથે રાખી પાટીલ સાહેબને રજૂ કર્યા..
પત્રકાર એકતા પરિષદ ના પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડીયા અને નીતિન ઘેલાણી છેલ્લાં ચાર દિવસ થી દક્ષિણ ગુજરાત ના પ્રવાસે હતા,
એ અરસા દરમિયાન સુરત ખાતે ઉધોગપતિ શ્રી જીવરાજભાઈ ધારુકા ને મળી અગાઉ થયેલી ચર્ચા,રજૂઆત ની ચર્ચા કરતા તેઓએ પાટીલ સાહેબ સાથે ટેલિફોનીક ચર્ચા કરતા આજે રવિવારે 4 કલાકે એમના કાર્યાલય ખાતે રૂબરુ મુલાકાત માટે જણાવતા,આસપાસ ના જિલ્લાના હોદ્દેદારો ને બોલાવી પ્રદેશ અધ્યક્ષ ના નેતૃત્વ માં અને જીવરાજભાઈ ધારુકા ના વડપણ નીચે,સી.આર પાટીલ ને રૂબરૂ મળી,12 પ્રશ્નો લેખિત રજૂ કરી ચર્ચા કરતા,વહેલી તકે ઉકેલ માટે ખાતરી આપી હતી.
પત્રકાર એકતા પરિષદ દ્વારા શ્રી જીવરાજભાઈ ધારુકા તેમજ સી.આર પાટીલ નું સ્મૃતિ ભેટ સાથે શાલ ઓઢાડી સન્માન કર્યું હતું..આ કાર્યક્રમ માં સુરત ના પ્રમુખ સતીશ ભાઈ કુંભાણી, વીણાબેન ચોંડાગર, પ્રદેશ મહિલા અધ્યક્ષ સમીમ બેન પટેલ,તેમજ પ્રદેશ મહામંત્રી સંદીપભાઈ દેવા શ્રય,તેમજ મહીસાગર જિલ્લા અધ્યક્ષ શ્રી મયંક ભાઈ જોષી, ભરૂચ જિલ્લા અધ્યક્ષ શ્રી અતુલભાઈ મૂળાણી, નવસારી થી પ્રદેશ અગ્રણી આરીફભાઇ શેખ,નવસારી જિલ્લા ના નવનિયુત અધ્યક્ષ શ્રી અજીતસિંહ ઠાકોર,આઈ ટી સેલના નીતિન ઘેલાણી,રાવ સાહેબ જોડાયા હતા..
પત્રકારો ના પ્રશ્નો ના ઉકેલ માટે શ્રી જીવરાજભાઈ ધારુકા ની મધ્યસ્થી માટે સંગઠને આભાર વ્યક્ત કર્યો હતો.!!
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
