ડાંગ જિલ્લો એ જંગલથી ઘેરાયેલ વિસ્તાર છે. ત્યારે ડાંગ જિલ્લાનાં અમુક ગામોને ઈકો સેન્સેટીવ ઝોન તરીકે જાહેર કરી દેવામાં આવેલ છે. તેવામાં જાહેર કરેલ આ ઈકો સેન્સેટીવ ઝોનમાં લોકોને ફાયદા કરતાં વધુ નુકસાન થાય તેની શક્યતા જોવા મળી રહે છે.તેવા આક્ષેપ સાથે પૂર્વ ધારાસભ્ય અને હાલમાં ડાંગ જિલ્લા ભાજપાનાં કદાવર નેતા મંગળભાઈ ગાવીત દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ડાંગ જિલ્લામાં ૮૦% વન વિસ્તારમાં ૬૪ ગામને ઈકો સેન્સેટીવ ઝોન તરીકે જાહેર કરી દેવામાં આવેલ છે. હાલમાં વનવિભાગ રક્ષિત જંગલો છે તેમાંથી રેતી, વૃક્ષ, પથ્થર કે અન્ય કોઈપણ ઉપજ લેવી હોય તો તે માટે હવેથી કેન્દ્ર સરકાર પાસેથી પરવાનગી લેવી પડશે એવી જોગવાઈ ઇકો સેન્સેટીવ ઝોન માટે કરવામાં આવેલ છે. ત્યારે આ પ્રક્રિયાથી લોકોને હેરાનગતી થાય તેમ છે. આ મામલે પૂર્વ ધારાસભ્ય મંગળભાઈ ગાવીત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સરકાર દ્વારા ઇકો સેન્સેટીવ ઝોન અંગે ઠરાવ કરવામાં આવેલ છે. ત્યારે તેમાં જોગવાઈ કરેલ છે કે ફોરેસ્ટ રક્ષિત જંગલો છે. તેમાંથી રેતી, વૃક્ષ, પથ્થર કે અન્ય કોઈપણ બનાવવું તે પણ પ્રશ્ન ઉદભવે તેમ છે.જેથી તમામ ગ્રામજનો આ ઈકો સેન્સેટીવ ઝોનને લઈને વિરોધ નોંધાવી રહ્યા છે.આ ઈકો સેન્સેટીવ ઝોનનો ઠરાવ રદ કરવામાં આવે તેવી માંગ કરી છે. સાથે જરૂર પડે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.ઉપજ લેવી હોય તો તે માટે હવેથી કેન્દ્ર સરકાર પાસેથી પરવાનગી લેવી પડશે.જોકે આ પ્રકારની પ્રક્રિયાથી આદિવાસી લોકોએ હેરાન પરેશાન થવું પડે તેમ છે. સરકાર દ્વારા ઇન્દિરા આવાસ,પ્રધાનમંત્રી આવાસ, બોર્ડર વિલેજ આવાસ વગેરે યોજના હેઠળ આવાસ આપવામાં આવે છે. જેમાં ૧.૨૦ લાખ જેટલી રકમ આવાસ હેઠળ સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે. જોકે આટલી રકમમાં અન્ય જિલ્લામાંથી રેતી કઈ રીતે મંગાવવી અને કઈ રીતે આવાસ યોજના નાં નાં મકાનનું બાંધકામ કરવામાં આવે તે પણ એક પ્રશ્ન ઉદભવે છે.

Author: Ashok kumar Jiyani
Co editor in chief