નગરસેવકનો નગરપાલિકા પર આક્ષેપ
રાધનપુર શહેરના મુખ્ય બજાર વિસ્તારમાં આવેલી નર્મદા કોલોની સામે આજે સવારે પાણીની પાઇપલાઇન તૂટી જતાં જાહેર રસ્તા પર હજારો લીટર પાણી વહેતું રહ્યું.
લગભગ ત્રણ કલાક સુધી પાઇપલાઇન તૂટી હોવા છતાં નગરપાલિકા તરફથી કોઈ પગલાં લેવાયા ન હતા,
જેના કારણે નાગરિકોમાં ભારે અસંતોષ જોવા મળ્યો.
વિષયની જાણ થતાં વોર્ડ નં-1ની નગરસેવિકા જયાબેન ઠાકોરે આ મામલે નગરપાલિકા પર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે,
“અમારા વોર્ડમાં મોટા ઠાકોરવાસ વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી પીવાનું પાણી બંધ છે
અને અહીં હજારોથી પણ વધુ લીટર પાણી રસ્તા પર વેડફાઈ રહ્યું છે.
અમે નગરપાલિકાને વીડિયો મોકલીને જાણ કરી ત્યાર બાદ પાણી બંધ કરાયું,
પણ આ બેદરકારી બંધ થવી જોઈએ.”
સ્થાનિક નાગરિકો કહે છે કે નગરપાલિકા દ્વારા એવો દુર્લક્ષ્ય અભિગમ અપનાવવામાં આવી રહ્યો છે
જે નાગરિકોના હિત વિરુદ્ધ છે. તેઓએ માંગ ઊઠાવી છે કે આવા મામલાઓમાં તાત્કાલિક કામગીરી થાય અને જવાબદારો સામે પગલા લેવાય.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
