ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના ગ્લોબલ વોર્મિંગ ઘટાડવા નો એક પ્રયત્ન એટલે “એક પેડ મા કે નામ”અંતર્ગત વિજય વિદ્યામંદિર દાંતીવાડા હાઈસ્કૂલ ના ECO -CLUB -ઈનચાર્જશ્રી પી.જે.દેસાઇ દ્વારા શાળા ના વિધાર્થીઓને સ્વરછ હવા, વરસાદી પાણી નોસંગ્રહ, ઇકોલોજી અને પર્યાવરણ વિશે સમજણ આપવામાં આવી હતી.
” વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો”, વૃક્ષો વાવો વરસાદ લાવો.આ સુત્ર ને સાર્થક કરવા માટે તમામ વિધાર્થીઓને શપથ લેવડાવ્યા હતા અને વિધાર્થીઓને એમની માતા ના નામ ઉપર એક -એક વૃક્ષ વાવવા માટે આપવામાં આવ્યું હતું.બે વર્ષ આ વૃક્ષોની સારસંભાળ લેવાની વિધાર્થીઓએ ખાતરી આપી હતી.શાળા ના આચાર્ય શ્રી બી.એ.રાવળે પણ એક વૃક્ષ એમની માતા ના નામ ઉપર વાવ્યું હતું
રિપોર્ટર રાવળ અસ્મિતા બળવંતભાઈ -પાલનપુર બનાસકાંઠા
