પાટણ જિલ્લામાં ગ્રામ પંચાયત સ્તરે ૧ મે થી ૩૦ સપ્ટેમ્બર સુધી ભારત સરકારના નિર્દેશ મુજબ ગ્રામ જનોના PMJDY ખાતા ખોલવા, પ્રધાનમંત્રી જીવન સુરક્ષા વીમા યોજના (PMSBY), પ્રધાનમંત્રી જીવન વન જ્યોતિ વીમા (PMJJBY) , અટલ પેન્શન યોજના (APY) જેવી જન સુરક્ષા યોજનાઓ માટે તેમજ PMJDY ના ખુલેલા ખાતાઓ મા R-KYC કરવા ; ખાતામાં વારસદારના નામ નોંધાવવા માટે ગ્રામ પંચાયત સ્તરે સંતૃપ્તિ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. ભવિષ્યમાં દરેક ગ્રામ પંચાયતમાં કેમ્પનું આયોજન કરવામાં આવશે.
સમી APMC ખાતે સંતૃપ્તિ ઝુંબેશનું માટે કેમ્પનું આયોજન કરવા આવ્યું હતું. જેમાં અગ્રણી જીલ્લા મેનેજર શ્રી કુલદીપસિહ એ. ગેહલોત દ્વારા ગ્રામજનો ને ભારત સરકારની બેન્કિંગલક્ષી જન સુરક્ષા યોજનાઓની માહિતી આપી હતી અને ગામજનોને યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
PMJJBY અંતર્ગત ફક્ત રૂ. 436ના વાર્ષિક પ્રિમિયમમાં રૂ. 2 લાખના જીવન વિમા કવર મળે છે, જેમાં વય મર્યાદા 18 થી 50 વર્ષ છે. PMSBY અંતર્ગત ફક્ત રૂ. 20ના વાર્ષિક પ્રિમિયમમાં રૂ. 2 લાખનું દુર્ઘટના વિમા કવર મળે છે, જેમાં વય મર્યાદા 18 થી 70 વર્ષ છે. અટલ પેન્શન યોજના (APY) માટે વય મર્યાદા 18 થી 40 વર્ષ છે, જેમાં વ્યક્તિ પુત્રીવ્યવસ્થિત પેન્શન યોજના હેઠળ નોંધણી કરી શકે છે.
કાર્યક્રમમાં ડિજિટલ ફ્રોડ અને સાયબર સુરક્ષા અંગે ગ્રામવાસીઓને જાગૃત કર્યા હતા. ડિજિટલ લેવડદેવડમાં સાવધાની રાખવી અત્યંત જરૂરી છે અને OTP, પિન, પાસવર્ડ જેવી માહિતી કોઈ સાથે વહેંચવી નહીં. તે અંગે વિગતે સમજ આપવામાં આવી હતી.
આ પ્રસંગે શ્રી વિકાસ કુમાર સિન્હા ક્ષેત્રીય પ્રબંધક, ગુજરાત ગ્રામીણ બેંક, શ્રી પંકજ રતન, ઉપ ક્ષેત્રીય પ્રબંધક, બેંક ઓફ બરોડા, પાલનપુર, શ્રી પ્રહલાદભાઈ પટેલ, આસિસ્ટન્ટ જનરલ મેનેજર, મહેસાણા ડિસ્ટ્રિક્ટ કો. બેંક, મેહસાણા, શ્રી સૈયદ ગફૂરભાઇ ઈસ્માઈલભાઈ, સમી સરપંચ, શ્રી નવીનભાઈ જાદવ, ઉપ ચેરમેન APMC, શ્રી દિનેશ દગદી નિયામક આરસેટી પાટણ, TLM તથા સમી બ્લોક તમામ બેંક મેનેજર અને ગ્રામ જન હાજર હતા
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
