ચિત્રોડમાં દેશી દારૂથી યુવાનનું શંકાસ્પદ મોત: પરિવારજનોએ પોલીસ કામગીરી પર ઉઠાવ્યા સવાલ
કચ્છ ના ચિત્રોડ ગામમાં દેશી દારૂ પીવાથી એક યુવાનનું કરૂણ અને શંકાસ્પદ મોત થયું છે.
આ ઘટનાએ સમગ્ર ગામમાં ચકચાર મચાવી છે તેમજ શોક અને રોષનો માહોલ સર્જાયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ,
યુવાને ગામમાં ખુલ્લેઆમ વેચાતી દેશી દારૂનું સેવન કર્યું હતું,
જેને બાદમાં તેનું સ્વાસ્થ્ય બગડ્યું અને સારવાર દરમિયાન તેનું મોત થયું.
મૃતકના પરિવારજનોનો આક્ષેપ છે કે ગામમાં નિર્ભયતાપૂર્વક વેચાતી નકલી દારૂ જ આ ઘટનાનું મુખ્ય કારણ છે.
પરિવારજનોએ કહ્યું કે
તેઓએ દારૂના ગેરકાયદેસર ધંધા અંગે અગાઉ પણ પોલીસને અનેક વખત ફરિયાદ કરી હતી,
છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.
હાલમાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી નેસર્ગિક મોત કે દેશી દારૂના સેવનથી મૃત્યુ થયું
તે અંગેની તપાસ શરૂ કરી છે.
વધુ વિગતો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે.
સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે
અને તેઓ દારૂના ગેરકાયદેસર વેપાર સામે તાત્કાલિક અને કડક પગલાં ભરવા માંગ કરી રહ્યા છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
