July 21, 2025 6:56 am

Radhanpur : રાધનપુરના મેમદાવાદ ગામના લોકો કાદવ-કીચડમાં ચાલી ચાલીને થાકી ગયા, પકકા રસ્તાની ઉઠી માંગ

રાધનપુર તાલુકાનું મેમદાવાદ ગામ વિકાસથી વંચિત, વરસાદે સ્થિતિ કફોડી બનાવી

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મેમદાવાદ ગામના લોકોને હાલના ચોમાસામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

મેમદાવાદ કોણશેલા જવા જતા માર્ગ પર ઠેર ઠેર ઢીંચણ સમા કાદવ અને કીચડ ભરાયેલો છે, જેના કારણે વાહનચાલકોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા ઘણા વર્ષોથી આ માર્ગ બનાવવામાં આવ્યો નથી

અને વારંવાર રજૂઆતો કર્યા છતાં કોઈ કાર્યવાહી થતી નથી. લગભગ 5 કિલોમીટર લાંબા માર્ગના નિર્માણની લોકોએ તાત્કાલિક માંગ ઉઠાવી છે.

નવઘણભાઈ બજાણિયા અને શારદાબેન બજાણિયાએ જણાવ્યું કે,

“અમારું દૈનિક જીવન જ મુશ્કેલ બની ગયું છે. સ્કૂલે જતા બાળકો, કામ પર જતા લોકો અને ગામના લોકોને કાદવમાંથી પસાર થવું પડે છે.”
સ્થાનિકોએ સરકાર અને પ્રશાસનને તાત્કાલિક માર્ગનું કામ શરૂ કરવાની અપીલ કરી છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें