રાધનપુર તાલુકાના બંધવડ ગામમાંથી આવેલ એક વાયરલ વીડિયોએ ચકચાર મચાવી છે.
બક્ષીપંચ કુમાર છાત્રાલયના બાળકો પાસેથી લાકડા ભેગા કરાવતા દૃશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.
વીડિયોમાં બાળકોને બહારથી લાકડા ભેગા કરી લાવતાં અને તેને સંચાલકના માર્ગદર્શન હેઠળ એકઠાં કરતા સ્પષ્ટપણે જોઈ શકાય છે.
આ વીડિયો એક જાગૃત નાગરિક દ્વારા બનાવવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
વીડિયો સામે આવતાં સ્થાનિક સ્તરે આશ્ચર્ય અને રોષ જોવા મળી રહ્યો છે.
શૈક્ષણિક સંસ્થામાં આવું શારીરિક પરિશ્રમ કરાવવું બાળકોના હકમાં ઉલ્લંઘન ગણાય છે,
એવું કેટલાક વાલીઓ અને નાગરિકોનું કહેવું છે.
હાલમાં આ મામલે કોઈ સત્તાવાર કાર્યવાહી અંગે માહિતી સામે આવી નથી.
The Gujarat Live News આ વાયરલ વીડિયોની સ્વતંત્ર પુષ્ટિ કરતું નથી, પરંતુ સંબંધિત તત્ર ગંભીરતાથી તપાસ કરવાની માંગ ઉઠી રહી છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
