July 22, 2025 11:55 pm

Radhanpur : ગ્રાન્ટ ફાળવણીમાં ભેદભાવનો આક્ષેપ: રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર સામે સરપંચ એસોસિએશનનો આક્ષેપ

રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી ઠાકોર સામે ગ્રામ વિકાસ માટેની ગ્રાન્ટના વિતરણમાં ભેદભાવ કરવાના ગંભીર આક્ષેપો ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે.

તાલુકાના અનેક એવા ગામો છે જ્યાં અત્યાર સુધી કોઈ જ પ્રકારની ગ્રાન્ટ નથી મળતી અને ન તો કોઈ વિકાસના કામો હાથ ધરાયા છે.

અન્યાયનો આક્ષેપ – પસંદગીના ગામોને લાખોની ગ્રાન્ટ, બાકીના ગામોને અવગણના

આક્ષેપો મુજબ ધારાસભ્યશ્રી પોતાના નજીકના અને રાજકીય સમર્થક સરપંચો કે પંચાયતોને પ્રાથમિકતા આપી રહી છે

અને તેમને લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી રહ્યા છે. જ્યારે અન્ય ગામો પાયાની જરૂરિયાતોથી હજુ પણ વંચિત છે

ક્યાંક રસ્તા બિસ્માર છે, તો ક્યાંક પાણી અને ગટરની સમસ્યાઓ હજી પણ યથાવત છે.

સરપંચ એસોસિએશનના પ્રમુખનો આક્રોશ:

“રાધનપુરના બધા ગામો ભાજપ માટે સમાન છે – છતાં પણ ગ્રાન્ટ ફાળવણીમાં ભેદભાવ રાજ્યની છબીને નુકસાન પહોંચાડી રહ્યા છે અમારું એકમાત્ર માંગ છે

દરેક ગામને ન્યાય મળે.”

જિલ્લા ભાજપ પ્રમુખને લેખિત 

સરપંચ એસોસિએશન દ્વારા પાટણ જિલ્લાના ભાજપ પ્રમુખને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે

અને તમામ ગ્રામ પંચાયતોમાં સમાન રીતે ગ્રાન્ટ ફાળવવાની માંગ કરવામાં આવી છે.

સાથે સાથે આંધોળનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે

જો યોગ્ય પગલાં ન લેવામાં આવે તો.

જવાબદારી કોણ લેશે? 

જનતા હવે જવાબ માંગે છે…

આ મુદ્દે સ્થાનિક સ્તરે રાજકીય ગરમાવો વધી રહ્યો છે અને હવે પ્રશ્ન ઉભો થાય છે કે – શું રાજકારણના આધાર પર વિહિત ગ્રાન્ટનો ભોગ ગ્રામ વિકાસ બને તો વિકાસશીલ ગુજરાતનો નારો કેવી રીતે સાચો ઠરશે?

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें