September 1, 2025 5:22 am

ડો. પ્રદ્યુમન ખાચરને સંસ્કૃતિ સંવર્ધન 2025નો એવોર્ડ કલાતીર્થ ટ્રસ્ટ સુરત દ્વારા આપવામાં આવ્યો

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ અમદાવાદ ખાતે જૂનાગઢના ઇતિહાસકાર, સંશોધક, કટારલેખક એવા ડો. પ્રદ્યુમન ખાચરને સંસ્કૃતિ સંવર્ધન 2025નો એવોર્ડ કલાતીર્થ ટ્રસ્ટ સુરત દ્વારા આપવામાં આવ્યો. ડો. ખાચર જૂનાગઢમાં ડો. સુભાષ મહિલા કોલેજમાં છેલ્લા 33 વર્ષથી ઇતિહાસના અધ્યાપક તરીકે ફરજ બજાવે છે. તેઓએ જૂનાગઢ સંબંધિત છ પુસ્તકો સમાજને આપ્યા છે અને તમામ પુસ્તકોની યાદી કરવા જઈએ તો 33 પુસ્તકો એમણે સમાજને ચરણે ધર્યા છે. તેમને સતત લખવું વાંચવું અને તટસ્થ બોલવું એ એમના જીવનનો મંત્ર બની ગયો છે. દેશ દુનિયાના કોઇપણ ખૂણામાં બેઠેલા વ્યક્તિ માટે તેમણે પોતાની યુટયુબ ઉપર પાંચસોથી વધુ મૂલ્યવાન આધારભૂત વિડિયો મૂક્યા છે.આ એવોર્ડ અર્પણ કરતી વખતે શ્રી માધવપ્રિયદાસજી તથા પી.કે.લહેરી પૂર્વ મુખ્યસચિવ, વી.એસ.ગઢવી પૂર્વ માહિતી નિયામક, કુમારપાળ દેસાઈ, ભાગ્યશ જહા તથા દાતા શ્રીમતી પન્નાબેન રસિકલાલ હેમાણી અને ભગિની દક્ષાબેન પિનાકીન લાલ સોદાગર તથા ટ્રસ્ટી રમણીકભાઈ ઝાપડિયા હાજર રહ્યા હતા. 

પ્રદ્યુમ્ન ખાચરને આ એવોર્ડ પ્રાપ્ત થવાથી એમના હાથે હજુ વધુને વધુ બમણા તમણાં વેગથી લેખન સંશોધન થતું રહેશે.

અહેવાલ કનુભાઈ ખાચર

Leave a Comment

और पढ़ें

Patan : પાટણ શહેર સરસ્વતી નદી કિનારે આવેલ આનંદેશ્વર મહાદેવ મંદીર ખાતે થયેલ મંદિર ચોરીનો ભેદ ગણતરીના દિવસોમા ઉકેલી વૈભવી ગાડી લઈ ચોરી કરવા આવેલ ત્રણ(૦૩) ઇસમોને રૂ.૫,૬૬,૯૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan : પાટણ શહેર સરસ્વતી નદી કિનારે આવેલ આનંદેશ્વર મહાદેવ મંદીર ખાતે થયેલ મંદિર ચોરીનો ભેદ ગણતરીના દિવસોમા ઉકેલી વૈભવી ગાડી લઈ ચોરી કરવા આવેલ ત્રણ(૦૩) ઇસમોને રૂ.૫,૬૬,૯૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી પાટણ