પાટણમાં અષાઢ અમાવસ્યાએ દશામા વ્રતનો આરંભ: ભક્તિમાં ભીંજાયેલો દિવસ
પટણી સમાજની મહિલાઓએ સ્નાન કર્યા બાદ સ્વચ્છ વસ્ત્રો ધારણ કરી સરસ્વતી નદીના તટે એકત્ર થઈ દશામાની આરાધના કરી હતી.
મહિલાઓએ માટીના દસ લાડુ બનાવી, અબીલ, ગુલાલ અને કંકુથી અભિષેક કરી પૂજા અર્ચના કરી હતી.50 વર્ષથી ચાલી આવતી
આ વિધિ માટે પાટણના અગ્રણીઓ કહે છે કે દશામાના દસ રૂપોની અનુષ્ઠાન રૂપે આ વિધિ કરવામાં આવે છે.લાડુ પૂજન બાદ ઘરમાં દશામાની મૂર્તિ સ્થાપિત કરી કુંભપૂજનની વિધિ પણ કરવામાં આવે છે.”
મહિલા ભક્તોએ નદીકાંઠે લાડુઓ સાથે પૂજા કરતી જોવા મળી હતી.મૂર્તિ સ્થાપના અને ઘરમાં કુંભ પૂજા કરતી મહિલાઓએ “પાટણમાં દશામાની ભક્તિભાવથી આરાધના કરી હતી.
અષાઢ અમાસે દશ રૂપી દશામાનું અનોખું વ્રત પાટણમાં ભક્તિમય માહોલમાં પ્રારંભ થયો છે
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
