તળાવમાં લાંબા સમયથી કોઈ પણ પ્રકારની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી,
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના લોટીયા માં તળાવ માં ઘણા સમયથી તંત્ર દ્વારા સાફ સફાઈ ન થતા હડકાયા બાવળો નું સામ્રાજ્ય જામ્યુ છે
લોટીયા ગ્રામજનો ના જણાવ્યા મુજબ લોટીયા ગામના તળાવમાં સાફ સફાઈ ને લઈને અનેક વાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી છતાં
આજદિન સુધી તંત્ર દ્વારા કોઈજ કામગીરી કરવામાં આવી નથી અને દિવસે ને દિવસે તળાવ માં હડકાયા બાવળો નું સામ્રાજ્ય વધતું જાય છે
જેને લઈને મીડિયા ના માધ્યમ થી લોટીયા ગામના તળાવ ને સાફ કરવામાં આવે તેવી માંગ કરી હતી
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
